બેંગલુરુઃ કર્ણાટક કેબિનેટની આજે મળેલી બેઠક બાદ મુખ્યમંત્રી બીએસ યદિયુરપ્પાએ કોરોના કાળનો સામનો કરી રહેલા રાજ્યના લોકો માટે સહાય પેકેજની જાહેરાત કરી હતી. રાજ્યમાં કુલ 1200 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ટીચર્સ, લાઈનમેન, સિલેન્ડર અને ડિસ્ટ્રીબ્યૂર બોય્ઝને ફ્રંટલાઇન વર્કરની શ્રેણીમાં સામેલ કર્યા છે.



  • ઓટો-કેબ ડ્રાઇવર્સને ત્રણ હજારની રૂપિયાની સહાય આપવામાં આવશે.

  • ફૂલોની ખેતી કરતાં ખેડૂતોને 10 હજાર રૂપિયા પ્રતિ હેક્ટરના હિસાબે સહાય ચૂકવાશે.

  • ફૂટપાથ પર ફૂલ અને શાકભાજી વેચતા ફેરિયાને બે હજાર રૂપિયાની સહાય.

  • ધોબી, વાળંદને બે હજાર રૂપિયાની સહાય

  • કન્નડ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટના કલાકારોને ત્રણ હજારની સહાય

  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તમામ લોકોને 5 કિલો ફ્રી ચોખા અપાશે

  • બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં શ્રમિકોના ખાતામાં સીધા બે હજાર જમા થશે.


સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ કર્ણાટકમાં એક્ટિવ કેસની સંખ્યા 5,75,049 છે. જે દેશમાં સૌથી વધારે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 16,74,487 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 22,838 લોકોના કોરોનાથી મોત થયા છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં


કુલ કેસ-  બે કરોડ 54 લાખ 96 હજાર 330


કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363


કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719


કુલ મોત - 2 લાખ 83 હજાર 248


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ,  તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.


આ સ્ટાર ક્રિકેટરે દરિયામાં ડૂબકી લગાવીને  કર્યા પુશઅપ, માછલી પકડવાની પણ કરી કોશિશ


નરેન્દ્ર મોદી હવાઈ નીરિક્ષણ કરતી વખતે હાથમાં શું લઈને બેઠા હતા  ? વારંવાર નજર નાંખી શું કરતા હતા ?