BJP Foundation Day Live : ‘એવું કોઈ કામ નહોતું જે પવનપુત્ર ન કરી શકે’, સ્થાપના દિવસ પર પીએમ મોદીએ હનુમાનજી સાથે કરી તુલના
BJP Sthappna Diwas: વર્ષ 1980માં આ દિવસે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. પહેલા તેનું નામ જનસંઘ હતું જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગયું હતું.
ભાજપ આજે 44મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ભાજપના સ્થાપના દિને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જંયતિભાઇ કવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો.
ચેન્નાઈ: તમિલનાડુના બીજેપી ચીફ કે અન્નામલાઈએ ભાજપના 44મા સ્થાપના દિવસ પર ટી નગરમાં બીજેપી ઑફિસની નજીકની દિવાલ પર પાર્ટીના કમળનું પ્રતીક દોર્યું.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને ભાજપના સ્થાપના દિવસની શુભકામના પાઠવી છે.
PM મોદીએ કહ્યું, આજે ભાજપ વિકાસ અને વિશ્વાસનો પર્યાય છે… તે નવા વિચારોનો પર્યાય છે અને દેશની વિજય યાત્રામાં મુખ્ય સેવક તરીકે તેની ભૂમિકા ભજવી રહી છે. ભાજપ સબકા સાથ-સબકા વિકાસ-સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે કામ કરે છે. અમે હંમેશા અમારા હૃદય અને કાર્યશૈલીમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે આ લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મોદી તમારી કબર ખોદશે, ધમકીઓ આપવા લાગ્યા, સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા પક્ષો એક વાત નથી જાણતા કે દેશના ગરીબો અને યુવાનો, માતાઓ, દીકરીઓ, દલિતો દરેક આદિવાસી ભાજપનું કમળ ખીલવવા ઉભા છે.આપણી વિરુદ્ધ આ રાજકીય પક્ષોના કાવતરા ચાલુ જ છે.
બીજેપીના 44માં સ્થાપના દિવસ પર પીએમ મોદીએ કહ્યું, "જ્યારે લક્ષ્મણજી પર સંકટ આવ્યું ત્યારે હનુમાનજીએ આખો પહાડ ઉંચકીને લાવ્યા હતા. ભાજપ પણ આ પ્રેરણાથી પરિણામ લાવવા માટે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહી છે, કરતી રહેશે."
પીએમ મોદીએ કહ્યું, 'ભારત સમુદ્ર જેવી મહાન શક્તિઓનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ તૈયાર છે. હનુમાનજી પોતાના માટે કંઈ કરતા નથી, બીજા માટે બધું જ કરે છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ ખૂબ જ કઠિન બની ગયા હતા, તેવી જ રીતે ભારતમાં કાયદા અને ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ભાજપ પણ અઘરું બની જાય છે. એવું કોઈ કામ નથી જે પવનપુત્ર ન કરી શકે, ભાજપ પણ એ જ પ્રેરણાથી લોકોના પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત છે.
પીએમ મોદીએ કહ્યું, મા ભારતીની સેવામાં સમર્પિત તમામ કાર્યકરોને હાર્દિક અભિનંદન. આજે આપણે દરેક ખૂણે હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, તેમનું જીવન અને મહત્વપૂર્ણ ઘટનાઓ આજે પણ ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. હનુમાનજીમાં અપાર શક્તિ છે, પરંતુ તેઓ આ શક્તિઓનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકાનો અંત આવે. 2014 પહેલા ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી.
ભાજપના 44મા સ્થાપના દિવસ પર પીએમ મોદીએ સંબોધન શરૂ કર્યું છે. તેમણે હનુમાન જયંતીનો ઉલ્લેખ કર્યો.
રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લખનૌમાં બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીના 44માં સ્થાપના દિવસના અવસર પર પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આજે આપણે સંકલ્પ લેવો પડશે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આપણે એક ક્ષણ પણ બેસી રહેવાના નથી અને પીએમ મોદીના નેતૃત્વમાં પાર્ટીને આગળ લઈ જઈશું.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વિટ કરીને લખ્યુ, પ્રધાનમંત્રીનાં નવા ભારતનાં સ્વપ્નને સાકાર કરવાનાં સંકલ્પ સાથે ભાજપાનાં પ્રત્યેક કાર્યકર્તાની મદદથી વિકાસની નવી ઊંચાઇઓ આંબી શકાઇ છે. હું પ્રત્યેક કાર્યકર્તાનો આભાર માનું છું અને સર્વને ભાજપાનાં સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન અંતર્ગત કાર્યકર્તાઓની મદદથી “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો સંકલ્પ નિરંતર વધુને વધુ મજબૂત બની રહ્યો છે.
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું, રાષ્ટ્રનિર્માણ અને જનસેવાના ઉચ્ચ મૂલ્યોને સમર્પિત, વિકાસની વિચારધારાને વરેલી દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી - ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની પક્ષના સૌ કર્મઠ કાર્યકર્તાઓ તથા શીર્ષ નેતૃત્વને હાર્દિક શુભકામના.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ બીજેપી હેડક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. આ સાથે ભાજપ સ્થાપના દિવસનો કાર્યક્રમ શરૂ થયો છે.
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'ભાજપના સ્થાપના દિવસ પર હાર્દિક અભિનંદન. આ અવસર પર હું પાર્ટીના કરોડો ભગવાન સમાન કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, જેમની અથાક મહેનતથી આજે ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે સ્થાપિત થઈ છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ ભારતીયો માટે તે રાજકીય પક્ષ છે જેમાં તેઓ પોતાનું ભવિષ્ય જુએ છે. ભાજપ સમાજના નબળા વર્ગો માટે મજબૂત આધાર તરીકે કામ કરી રહ્યું છે અને દેશની વિકાસ યાત્રાને નવા શિખરે સ્થાપિત કરવા માટે પૂરા દિલથી પ્રયાસ કરી રહી છે.
અમારા ભાજપના કાર્યકરો માટે ગર્વની વાત છે કે જે પાર્ટીમાં આપણે બધા કામ કરી રહ્યા છીએ, જેની નીતિમત્તા અને વિચારોએ આપણને આકાર આપ્યો છે. તે પક્ષ અને તેના કાર્યકરોની આજે આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે.
બંગાળ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ 44માં સ્થાપના દિવસ પર ભાજપના કાર્યકરો અને નેતાઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, 'ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર કરોડો કાર્યકરોને શુભેચ્છાઓ.' તેમજ સુવેન્દુ અધિકારીએ પોતાના ટ્વિટમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાને ટેગ કર્યા છે.
દિલ્હી ભાજપ એકમ 6 એપ્રિલે પાર્ટીના સ્થાપના દિવસથી 14 એપ્રિલ સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં 'સામાજિક ન્યાય સપ્તાહ' ઉજવશે. તમામ જિલ્લા, મંડલ અને બૂથ સમિતિઓના સ્તરે દિલ્હીમાં લગભગ 14,000 સ્થળોએ નાના-મોટા સ્થાપના દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, 'ભાજપના સ્થાપના દિવસ પર તમામ રાષ્ટ્રવાદી કાર્યકરોને હાર્દિક અભિનંદન. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જીના સફળ નેતૃત્વ હેઠળ, આપણે સૌ 'સેવા હી સંગઠન'ને વાસ્તવિકતા બનાવીને સમાજના છેલ્લા સ્થાને ઉભેલા દરેક વ્યક્તિના ઉત્થાન માટે પ્રતિબદ્ધ છીએ.
બ્રેકગ્રાઉન્ડ
BJP Sthappna Diwas 6 April 2023 Live Updates: ભારતીય જનતા પાર્ટી આજે તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વર્ષ 1980માં આ દિવસે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ હતી. પહેલા તેનું નામ જનસંઘ હતું જે 1977માં જનતા પાર્ટીમાં ભળી ગયું હતું.
ભાજપના મહાસચિવ તરુણ ચુગે જણાવ્યું હતું કે, તેના સ્થાપના દિવસના અવસર પર, પાર્ટીએ 6 એપ્રિલ 2023 થી 14 એપ્રિલ, ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ સુધી એક વિશેષ સપ્તાહ મનાવવાનો નિર્ણય કર્યો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે. આ અવસર પર તમામ કાર્યકરો પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન સાંભળશે.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સવારે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં ધ્વજ ફરકાવશે. તેઓ પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ દેશભરમાં સંભળાવવામાં આવશે. આ પ્રસંગે ભાજપના તમામ બૂથ કાર્યકરો પોતપોતાના ઘરે ધ્વજ પણ ફરકાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -