મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના શુભેંદુ અધિકારીએ તેમને 1953 મતે હરાવ્યા છે. આ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળી હતી. મતગણતરી દરમિયાન વધારે સમયે શુભેંદુ અધિકારી આગળ રહ્યા પરંતુ એક સમયે મમતા બેનર્જી આગળ નિકળી ગયા હતા. એટલે સુધી કે મમતા બેનર્જી જીત્યા એવા સમાચાર પણ આવી ગયા હતા, પરંતુ અંતે જીત ભાજપના શુભેંદુ અધિકારીની થઈ છે.
5 રાજ્યોના 5 વાગ્યા સુધીના વલણ
પશ્ચિમ બંગાળ
કુલ -292 બેઠકો (બહુમત માટે 147 બેઠકની જરૂર)
ટીએમસી- 219 બેઠક પર આગળ
ભાજપ- 71 બેઠકો પર આગળ
કૉંગ્રેસ+લેફ્ટ+આઈએસએફ- 1 બેઠકો પર આગળ
અન્ય - 1 બેઠક પર આગળ
આસામ ચૂંટણી પરિણામ 2021 (Assam Election Results 2021)
કુલ બેઠક- 126 બેઠકો (બહુમત માટે 64 બેઠકની જરૂર)
ભાજપ ગઠબંધન- 74 બેઠક પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન- 51 બેઠકો પર આગળ
અન્ય- 1 બેઠક પર આગળ
તમિલનાડુ ચૂંટણી પરિણામ 2021 (Tamil Nadu Election Results 2021)
કુલ સીટ - 234 સીટ (બહુમત માટે 118 સીટ)
ડીએમકે+કૉંગ્રેસ અને અન્ય 158 બેઠકો પર આગળ
એઆઈડીએમકે-ભાજપ - 75 બેઠકો પર આગળ
અન્ય- 1 બેઠક પર આગળ
કેરલ ચૂંટણી પરિણામ 2021 (Kerala Election Results 2021)
કુલ સીટ - 140 (બહુમત માટે 71 સીટ)
લેફ્ટ ગઠબંધન (LDF)- 99 બેઠકો પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન (UDF)- 41 બેઠકો પર આગળ
ભાજપ- 0
પુડ્ડુચેરી ચૂંટણી પરિણામ 2021 (Puducherry Election Results 2021)
કુલ બેઠક- 30 સીટ (બહુમત માટે 16 સીટ)
કૉંગ્રેસ ગઠબંધન- 6 સીટ પર આગળ
ભાજપ ગઠબંધન - 12 સીટો પર આગળ