થોડા દિવસ પહેલા બીજેપી સાંસદ રમેશ વિઘૂડીએ પોતાના સમર્થકો સાથે ઓખલાના તેહખંડ એરિયામાં ઘરણા કરી, રેલી કાઢી હતી. આ દરમિયાન વિઘૂડીએ પોતાના સમર્થકો સાથે આપ ધારાસભ્ય સહી રામ પહલવાનનું પુતળાનું દહન કર્યું હતું. તે દરમિયાન કાર્યકર્તાઓને સંબોધિત કરતા બહેકીને દિલ્લના મુખ્યમંત્રી અરવિંદ કજેરીવાલને ગાળો આપી હતી. તેમણે કેજરીવાલ વિશે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો હતો જે કોઇ પણ પક્ષમાં મોટા પદ પર બેઠેલા વ્યક્તિને ના શોભે.
વિઘૂડીના વિરોધ પ્રદર્શનની આ રીતને કોઇ પણ રીતે સમર્થન ના આ આપી શકાય. એક દિવસ પહેલા તેમણે તુગલકાબાદના આપના ધારાસભ્ય સહી રામ પહલવાન પર આરોપ લગાવ્યો હતો. તેમણે યોગેશ વિધૂડી નામના યુવકની પોતાના સમર્થકો સાથે મળીને ધોલાઇ કરી હતી. આ મામલામાં પોલીસે કેસ દાખલ કરીને ધારાસભ્યોની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવ્યા હતા. આ જ મામલાને લઇને બીજેપી સાંસદે વિરોધ પ્રદર્શન કરીને આ પ્રકારનો વ્યવહાર કર્યો હતો.