Maharashtra Politics: મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ સરકારની રચના પહેલા મંત્રી પદના નામોને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ભાજપ અને શિવસેનાના સંભવિત મંત્રીઓની યાદી સામે આવી છે. કોંકણમાંથી ભાજપના નીતિશ રાણે, રવિન્દ્ર ચવ્હાણ, ગણેશ નાઈકને મંત્રી પદ આપવામાં આવી શકે છે. આ સાથે જ મુંબઈથી ભાજપના મંગલપ્રભાત લોઢા, આશિષ શેલાર, રાહુલ નાર્વેકર, અતુલ ભાતખલકરના નામની ચર્ચા થઈ રહી છે.
આ સાથે શિવસેનાના 7 નેતાઓના નામ સંભવિત મંત્રીઓની યાદીમાં છે, જેમાં પાર્ટીના પ્રમુખ એકનાથ શિંદે, દાદા ભુસે અને અન્ય ઘણા મહત્વપૂર્ણ નેતાઓના નામ છે.
ભાજપના સંભવિત મંત્રીઓ
કોંકણ
રવિન્દ્ર ચવ્હાણ
નિતેશ રાણે
ગણેશ નાઈક
મુંબઈ
મંગલ પ્રભાત લોઢા
આશિષ શેલાર
રાહુલ નાર્વેકર
અતુલ ભાતખલકર
પશ્ચિમ મહારાષ્ટ્ર
શિવેન્દ્રસિંહરાજે ભોસલે
ગોપીચંદ પડલકર
માધુરી મિસાલ
રાધાકૃષ્ણ વિખે પાટીલ
વિદર્ભ
ચંદ્રશેખર બાવનકુલે
સંજય કુટે
ઉત્તર મહારાષ્ટ્ર
ગિરીશ મહાજન
જયકુમાર રાવલ
મરાઠવાડા
પંકજા મુંડે
અતુલ સાવે
શિવસેનાના સંભવિત મંત્રીઓ
એકનાથ શિંદે
દાદા ભુસે
શંભુરાજ દેસાઈ
ગુલાબરાવ પાટીલ
અર્જુન ખોતકર
સંજય રાઠોડ
ઉદય સામંત
મહારાષ્ટ્રમાં 5મી ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની ભવ્ય જીત બાદ હવે સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની 5મી ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે, પરંતુ મહાયુતિ ગઠબંધન દ્વારા હજુ સુધી કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય ભાજપ ધારાસભ્ય દળની બેઠક બુધવારે (4 ડિસેમ્બર) યોજાશે. આ પછી મુખ્યમંત્રીનો ચહેરો સાફ થઈ જશે. રાજ્યની કુલ 288 બેઠકોમાંથી મહાયુતિ ગઠબંધનને 230 બેઠકો મળી છે. ભાજપે 132 સીટો જીતી છે. શિંદે જૂથની શિવસેનાએ 57 બેઠકો જીતી છે જ્યારે અજિત પવાર જૂથની એનસીપીએ 41 બેઠકો જીતી છે.
ચાર ડિસેમ્બરે ભાજપ વિધાયક દળની બેઠક થઈ શકે છે. જેના માટે ભાજપના બધા વિધાયકોને મંગળવારે મુંબઈ આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ મહાયુક્તિ તરફથી રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકાશે.
ગઈકાલે ભાજપના એક નેતાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ