Smriti Irani on Rahul Gandhi: ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠકના પૂર્વ સાંસદ અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિશે મોટું નિવેદન આપ્યું છે. સ્મૃતિએ કહ્યું કે હવે રાહુલ ગાંધીની રાજનીતિ બદલાઈ ગઈ છે. તેઓ એક અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. તે તમને ગમે કે ન ગમે પરંતુ તે અલગ છે.


સ્મૃતિ ઈરાનીએ એક પત્રકારના પોડકાસ્ટ 'ટોપ એંગલ'માં વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી. આ દરમિયાન જ્યારે તેમને રાહુલ ગાંધી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે 'રાહુલ ગાંધીની રાજનીતિમાં પરિવર્તન આવ્યું છે. તેમને લાગે છે કે તેમણે સફળતા મેળવી છે.'


રાહુલ ગાંધી વિશે સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું


ભાજપ નેતાએ રાહુલ ગાંધી વિશે કહ્યું કે  "તેઓ સંસદમાં ટી શર્ટ પહેરી રહ્યા છે, તેઓ જાણે છે કે તે સફેદ ટી શર્ટથી તેઓ યુવા પેઢીને શું સંદેશ આપવા માંગે છે. આપણે એ ગેરસમજમાં ન રહીએ કે તેમનું કોઈ પણ પગલું.. તે પગલું તમને ગમે કે ન ગમે. તે તમને બાળસહજ લાગે.. પરંતુ, તેઓ હવે અલગ રાજનીતિ કરી રહ્યા છે."


પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીએ 2019માં અમેઠી બેઠક પર રાહુલ ગાંધીને હરાવ્યા હતા. ત્યારબાદ તેઓ વારંવાર રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પર તીખા પ્રહારો કરતા રહ્યા છે. જોકે, રાહુલ ગાંધી તરફથી તેમના વિશે ક્યારેય કોઈ નિવેદન આવ્યું નથી. 2024ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે આ હારનો બદલો લીધો અને સ્મૃતિ ઈરાની અમેઠીમાં હારી ગયા, ત્યારે તેઓ સોશિયલ મીડિયા પર નિશાન બની ગયા હતા.


અમેઠીમાં કોંગ્રેસના સાંસદ કિશોરી લાલ શર્માના હાથે મળેલી હાર બાદ તેમને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા. ત્યારબાદ રાહુલ ગાંધી તેમના બચાવમાં આવ્યા. તેમણે સ્મૃતિનું નામ લીધા વગર આ ટ્રોલિંગને ખોટું ગણાવ્યું અને કહ્યું કે ચૂંટણીમાં હાર જીત ચાલતી રહે છે.


પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થવાના આરોપો પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે વડાપ્રધાન મોદી ક્યારેય નબળા ન હોઈ શકે. 20 વર્ષમાં મેં તેને જોયા છે, તે ક્યારેય નબળા નહોતા.


આ પણ વાંચોઃ


વહેંચાશું તો કપાઈ જશું... બાંગ્લાદેશ જેવી ભૂલ અહીં ન થાય', આગ્રામાં ગર્જ્યા સીએમ યોગી