માહિતી પ્રમાણે, હરિદ્વારમાં કેટલાક લોકોએ એક યુવકને મોબાઇલ ચોરીના શકમાં પકડ્યો હતો. તેના પર મોબાઇલ ચોરી કર્યાનો આરોપ લગાવીને લોકોએ તેને પકડ્યો અને પછી ઊંઘો લટકાવીને ફટકાર્યો હતો. માર ખાનાર યુવક વારંવાર પોતાને છોડી દેવા માફી માંગતો હતો જોકે, લોકોએ તેના પર અત્યાચાર ચાલુ રાખ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
જોકે, પોલીસને જાણ થતાં ઘટના સ્થળે આવીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યો હતો. આરોપીઓ હાલ ફરાર છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મૉબ લિંચિંગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ મુદ્દે સંસદમાં પણ વિપક્ષે સરકાર પાસે જવાબ માંગ્યો હતો.