Attack On Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આસામ પહોંચી છે. આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. તાજેતરના ઘટનાક્રમમાં કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે. આરોપ છે કે યાત્રા દરમિયાન ભાજપના સમર્થકોએ તેમના નેતા જયરામ રમેશની કાર પર હુમલો કર્યો હતો.


 






કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડિયો શેર કરતા લખ્યું કે, થોડા સમય પહેલા સનીતપુરના ઝુમુગુરીહાટમાં મારા વાહન પર બેકાબુ બીજેપીના ટોળાએ હુમલો કર્યો અને વિંડશીલ્ડ પર લાગેલા બેનર પણ ફાડી નાખ્યા. તેઓએ પાણી ફેંક્યું હતું અને ભારત જોતો ન્યાય યાત્રા વિરોધી નારા લગાવ્યા હતા પરંતુ અમે અમારો સંયમ જાળવી રાખ્યો હતો, ગુંડાઓ સામે હાથ લહેરાવ્યા અને ઝડપથી આગળ વધી ગયા. આ નિઃશંકપણે આસામના સીએમ હિમંતા બિસ્વા કરાવી રહ્યા છે. અમે ડરતા નથી અને લડતા રહીશું.


'મીડિયાના લોકોએ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કર્યું'


AICC મીડિયા કોઓર્ડિનેટર મહિમા સિંહે કહ્યું, “હું અને ઘણા અધિકારીઓ કારમાં બેઠા હતા જ્યારે તેના પર ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ભારત જોડો સ્ટીકર હટાવી દેવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ભાજપનો ઝંડો ફરકાવ્યો હતો. મીડિયાકર્મીઓ સમગ્ર ઘટનાને રેકોર્ડ કરી રહ્યા હતા. અમારી (કોંગ્રેસ) સોશિયલ મીડિયા ટીમ પર હુમલો કરવામાં આવ્યો. એક મીડિયા પર્સનનો કેમેરો પણ છીનવી લેવામાં આવ્યો હતો. અમે ઘટના અંગે પોલીસને જાણ કરી છે."


સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના સંચાર સંયોજક મહિમા સિંહે કહ્યું કે આ વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો અને કેટલાક મીડિયાકર્મીઓ તેની તસવીરો લેવા માટે તેમના વાહનોમાંથી નીચે ઉતર્યા હતા. તેઓએ અમારા માટે ખૂબ જ ડરામણી પરિસ્થિતિનું નિર્માણ કર્યું, તેઓએ વ્લોગરનો કૅમેરો પરત કરવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે જયરામ રમેશ અને અન્ય કેટલાક લોકોને લઈ જતી કાર જમુગુરીઘાટ નજીક યાત્રામાં સામેલ થવા જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.