મૌર્યે કાર્યકારિણીમાં સમાજના તમામ વર્ગોના પ્રતિનિધિત્વ લાવવાની કોશિશ કરી છે. બીજેપી તરફથી જાહેર કરેલ નિવેદન પ્રમાણે, કાર્યકારિમીમાં 15 ઉપાધ્યક્ષ, 8 પ્રદેશ મહામંત્રી, એક કોષાધ્યક્ષ, એક સહાયક કોષાધ્યક્ષ અને 15 પ્રદેશ મંત્રીનો સમાવેશ થાય છે. કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે પાર્ટીના પ્રાંતીય પ્રવક્તા વિજય બહાદૂર પાઠકને પણ હોદ્દો આપતા મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
મૌર્યે રાજસ્થાનના રાજ્યપાલ કલ્પાણ સિંહના પુત્ર રાજવીર સિંહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનના ધારાસભ્ય પુત્ર ગોપાલ ટંડનને પણ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય રાજેશ અગ્રવાલને પણ કોષાધ્યક્ષ પદ જાળવી રાખ્યું છે. જ્યારે નવીન જૈનને સહાયક કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.