નવી દિલ્લી: દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ 22 વર્ષ સુધી ઈંકમ ટેક્સ  ડિપાર્ટમેંટ માંથી ઈંડિયન રેવેન્યૂ સર્વિસમાંથી સ્વેચ્છીક રાજીનામુ આપ્યુ છે.


સુનીતાનું છેલ્લુ પોસ્ટિંગ આઈટીના કમિશ્નર પદે દિલ્લીમાં ઈંકમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં થઈ હતી. આ વર્ષની શરૂઆતમાં સુનીતાએ રાજીનામુ મૂક્યુ હતું, જેના ઓર્ડર હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસે આપ્યો છે.

15 જુલાઈના રોજથી આ નિવૃત્તિ લાગુ થઈ જશે.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ 20 વર્ષ સુધી કામ કર્યુ હોવાથી તેમને પૂરા પેન્શન બેનિફીટ મળશે.

દિલ્લીના સીએમ કેજરીવાલની નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ કેંદ્રની ભાજપ અને દિલ્લીની આપ સરકાર વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિખવાદના કારણે સુનીતાને કોઈ રીતે ફસાવવામાં આવે તેવા ભયના કારણે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

51 વર્ષીય સુનીતા 1993ની બેચના આઈઆરએસ ઓફિસર છે. તે 1995ની બેચના આઈઆરએસ ઓફિસર કેજરીવાલને ભોપાલમાં એક ટ્રેનિંગ દરમિયાન મળ્યા હતા. જે બાદ તેમણે લગ્નનો નિર્ણય લીધો હતો.

રિપોર્ટ્સ મુજબ સુનીતાએ ઝુઓલોજીમાં માસ્ટર્સ કર્યુ છે. જ્યારે કેજરીવાલે પીએમ મોદી સામે વારાણસીથી 2014ની લોકસભા ચૂંટણી લડી હતી ત્યારે સુનીતાએ ઓફિસથી લાંબી રજા લીધી હતી.