મોદીએ વારાણસથી સતત બીજી વખત જીત મેળવી છે. આ વખતે તેમણે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી શાલિની યાદવ (સાજવાદી પાર્ટી)ને 4.78 લાખ મતથી હાર આપી હતી. મોદીને સાડા છલાખથી પણ વધારે મત મળ્યા હતા તો શાલિનીને માત્ર 1.95 લાખ જેટલા જ મત મળ્યા હતા.
ફ્રીમાં ચા પીવડાવવા માટે કન્હૈયાએ અંદાજે 500 લિટર દૂધની વ્યવસ્થા કરી હતી. મોદીની જીતથી ઉત્સાહિત કન્હૈયાએ કહ્યું કે, મોદીજીની કાશીથી બીજી જીત પર અન્ય લોકોની જેમ હું પણ ખુશ છું. તે ઘણું સારું કામ કરી રહ્યા છે અને તેમની પાસે અમને ઘણી અપેક્ષાઓ છે.
કન્હૈયા આખો દિવસ લોકોને કુલ્હમાં ચા પીવડાવતો રહ્યો. કાશી એકમના અધ્યક્ષ મહેશ ચંદ્ર શ્રીવાસ્તવ ઉપરાંત ભાજપના અનેક કાર્યકર્તાઓ પણ ચા પીતા જોવા મળ્યા હતા.