CM ફડણવીસને 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવો પડશે, અજિત પવાર બન્યા નાયબ મુખ્યમંત્રી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે શપથ લઈ લીધાં હતાં. જ્યારે એનસીપીના અજીત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Nov 2019 12:50 PM

બ્રેકગ્રાઉન્ડ

મુંબઈ: છેલ્લા કેટલાંય દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકારણ ગરમાયું હતું. મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એકવાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા...More

કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મને લાગે છે કે અગાઉથી એ નક્કી હતું કે અમારી પાર્ટી, ભાજપ અને એનસીપીની સરકાર બનવી જોઇએ. તમામને વિશ્વાસ હતો કે એનસીપી અને ભાજપ સાથે આવશે. અમિત શાહ બોલી રહ્યા હતા કે બધુ સારું થઇ જશે અને સારુ થઇ ગયું. શિવસેનાને ભાજપે પાઠ ભણાવ્યો છે. અઠાવલેએ કહ્યું કે, કેન્દ્રમાં એનસીપીને મંત્રી પદ મળી શકે છે. સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બની શકે છે.