Black Fever પશ્ચિમ બંગાળમાં હવે કોરોનાની સાથે એક નવો રોગ કહેર વર્તાવી રહ્યો છે. કાલા અઝાર (કાળિયો તાવ) નામના રોગનો 11 જિલ્લામાં પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ રોગની ઝપેટમાં અત્યાર સુધીમાં 65 લોકો આવ્યા છે. દાર્જિંલિંગ, માલદા, ઉત્તર દિનાપુર, દક્ષિણ દિનાજપુર અને કલિમ્પોંગમાં તેનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે.
કાલા અઝાર લીશમૈનિયાસિસનું સૌથી ગંભીર સ્વરૂપ છે. યોગ્ય સારવાર વગર મૃત્યુ થવાની શક્યતા વધુ રહે છે. આ રોગ વિશ્વમાં પરજીવીથી થતા બીજા સૌથી વધુ મોતનું કારણ છે. દર વર્ષે લાખો લોકો તેનો ભોગ બને છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર એચઆઈવી તથા કાલા અજારના સહ સંક્રમણની ઉભરતી સમસ્યા એક વિશેષ ચિંતાનું કારણ છે.
મુખ્ય લક્ષણો શું છે?
- કાલા અઝારના લક્ષણોમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી તાવ, એનિમિયા, લીવર અને બરોળનું વિસ્તરણ, ભૂખ ન લાગવી, નબળાઈ અને વજન ઘટવું છે.
- ત્વચા પર ફોડલીઓ અને વાળ ખરવા પણ તેના કેટલાક લક્ષણો છે.
- સારવારમાં વિલંબ થવાથી હાથ, પગ અને પેટની ચામડી પણ કાળી પડી જાય છે.
આ પણ વાંચોઃ
GST Hike: હવે દહીં, છાશ, ગોળ થશે મોંઘા, જાણો કેટલો લગાવાયો જીએસટી
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ
Gujarat Agriculture News: રાજ્યમાં ભારે વરસાદથી આ વિસ્તારમાં પાક નુકસાનીનો થશે સર્વે, જાણો વિગત
GST Provision: જીએસટીના વિરોધમાં દેશભરમાં આજે વેપારીઓની હડતાળ, રાજકોટમાં વેપારીઓનો આક્રોશ
Ahmedabad: અમદાવાદમાં માત્ર એક સપ્તાહની અંદર કેટલા ખાડા પડ્યા ? આંકડો જાણીને ચોંકી જશો
Alto નહીં આ છે દેશની સૌથી વધુ વેચાતી કાર, અન્ય કારથી ઘણી છે આગળ