નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની સાથે હવે બ્લેક ફંગસે કેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. ત્યારે દેશના દરેક રાજ્યોને બ્લેક ફંગસની દવા અને ખાસ કરીને ઇન્જેક્શનનો ખુબ જરૂર પડી રહી છે, પરંતુ પુરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવા ના હોવાથી કેટલાય દર્દીઓના મોત થઇ રહ્યાં છે. આ મોતનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રીએ મોટી જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવિયાએ બ્લેગ ફંગસ માટેની સારવાર માટેના એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનને લઇને મોટી જાહેરાત કરતા આનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે. મંત્રી માંડવિયાએ કહ્યું કે આગામી મહિના સુધીમાં દેશમાં એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના લગભગ 15 લાખ શીશીઓ ઉપલબ્ધ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં બ્લેક ફંગસનો જોરદાર કેર ચાલુ છે, અને કેન્દ્ર સરકાર આની સામે નિપટવા માટે સતત મોટા મોટા નિર્ણયો લઇ રહી છે. આ બધાની વચ્ચે મંત્રી માંડવિયાએ કહ્યું કે, બ્લેક ફંગસ દવાના ઉત્પાદનની ક્ષમતાને ત્રણ લાખથી વધારીને હવે પ્રતિ દિવસ સાત લાખ કરી દેવામાં આવી છે. બ્લેક ફંગસની દવાની શીશીઓનુ મોટા પ્રમાણમાં આયાત કરવાનો ફેંસલો લીધો છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે હાલ છ કંપનીઓ આ દવા બનાવી રહી હતી, તેના ઉપરાંત પાંચ બીજી કંપનીઓને આ દવા બનાવવાની પરમીશન આપી દેવામાં આવી છે. હાલની કંપનીઓએ પણ ઉત્પાદન વધારવાનુ શરૂ કરી દીધુ છે.
બ્લેક ફંગસ શું છે?
અમેરિકાના સીડીસી અનુસાર, મ્યૂકૉરમાયકૉસીસ કે બ્લેક ફંગસ એક દુર્લભ ફંગલ ઇન્ફેક્શન છે, પરંતુ આ ગંભીર ઇન્ફેક્શન છે, જે મોઇલ્સ કે ફંગીના એક સમૂહના કારણે થાય છે. આ મૉઇલ્સ આખા પર્યાવરણમાં જીવીત રહે રહે છે, આ સાયનસ કે ફેફસાને પ્રભાવિત કરે છે.
શું છે આના લક્ષણો?
કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન સિંહે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે આંખોમાં લાલાશ કે દુઃખાવો, તાવ, ખાંસી, માથાનો દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચોખ્ખુ દેખાય ના, ઉલ્ટીમાં લોહી આવવુ કે પછી માનસિક સ્થિતિમાં ફેરફાર બ્લેક ફંગસના લક્ષણો હોઇ શકે છે.