કોરોના સંક્રમણ સામે લડત આપી રહેલા ભારતની હવે મ્યુકોરમાયકોસિસ સંક્રમણે ચિંતા વધારી છે. કોરોના સંક્રમિત લોકોમાં મ્યુકોરમાઇકોસિસનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રના થાણામાં આ સંક્રમણના કારણે  બે લોકોના મોત થઇ ગયા છે. કોરોના સંક્રમિત ડાયાબિટીસના દર્દીમાં આ ફંગસની બીમારી જોવા મળી રહી છે. તો આ બીમારી કઇ રીતે ફેલાય છે અને કયાં કયાં રાજ્યોમમાં આ બીમારીએ માથું ઉંચક્યું છે જાણાીએ.. 


ક્યાં કયા રાજ્યોમાં બ્લેક ફંગસની બીમારી ફેલાઇ?


બ્લેક ફંગસ સંક્રમણ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં જોવા મળી રહ્યું છે. ઉપરાંત હરિયાણામાં મ્યુકોરમાઇકોસિસે ચિંતા વધારી છે. અહીં પણ બ્લેક ફંગસના કેસ નોંધાઇ રહ્યાં છે. તો બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં છે. 


ઓડિશા અને રાજસ્થાનમાં બ્લેક ફંગસના કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં પણ અનેક કેસ નોંધાય છે. ગુજરાતમાં બ્લેક ફંગસ કારણે કેટલાક લોકોના આંખની રોશની ચાલી ગઇ છે. તો મધ્યપ્રદેશમાં પણ મ્યુકરમાઇકોસિસના વધતા જતાં કેસએ ચિંતા વધારી છે.  


લક્ષણો અને જોખમબ્લેક ફંગસનું જોખમ એ દર્દીમાં વધુ જોવા મળે છે. જે ડાયાબિટીસથી પીડિત છે. આ સ્થિતિમાં કોરોના દર્દીએ તેના શુગર લેવલ પર વધુ ધ્યાન આપવું જોઇએ, તેથી આ બીમારીથી બચવામાં મદદ મળી શકે 


સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની માનીએ તો મ્યુકોરમાઇકોસિસના લક્ષણોમાં માથાનો દુખાવો, આંખમાંથી પાણી જવું. આંખ લાલ થવી. આંખમાં દુખાવો,  અને સાઇનસ પર તેની અસર જોવા મળે છે. કોરોનાની બીજી લહેરમાં બ્લેક ફંગસના દર્દીની સંખ્યા ધીરે ધીરે વધી  વધી રહી છે. 


શું છે બ્લેક ફંગસની બીમારી?


ભારતીય ચિકિત્સા વિજ્ઞાન પરિષદ (આઇસીએમઆર)ના અનુસાર આ બ્લેક ફંકસન બીમારી ખૂબ જ રેર છે. આ બીમારી મોટાભાગે ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે. કારણ કે ફંગસ સામે લડવા માટે સામાન્ય રીતે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સક્ષમ હોય છે. તેથી આ બીમારી ઝડપથી નથી થતી. જો આ ઇન્ફેકશન ખૂબ જ ઝડપથી ફેલાઇ છે. ત્વચા પર પણ તેની અસર જોવા મળે છે. જેના કારણે નાક સાથે જોડાયેલા હાડકાં પણ ગળી જાય છે. જો સમયસર બીમારીનો ઇલાજ ન થયા તો દર્દીનું મોત પણ થઇ શકે છે. આ બીમારીમાં મૃત્યુનું જોખમ 50 ટકા રહે છે. ફંગસ ઇંન્ફેકશ ઝડપથી મોં, આંખ અને બ્રઇન સુધી ફેલાઇ જતું હોવાથી મોતનું જોખમ વધી જાય છે.