નવી દિલ્લી:શુક્રવારે રાજધાની દિલ્લીમાં ઇઝરાઇલી દૂતાવાસમાં થયેલા હુમલાની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના આતંકવાદી સંગઠને લીઘી છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ અંગેની માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઈઝરાયેલના ડિફેન્સે આ હુમલાની પાછળ ઈરાન ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સનો હાથ હોવાનું જણાવ્યું છે. હુમલા બાદ ઈઝરાયેલે દુનિયાભરમાં પોતાના દૂતાવાસોની સુરક્ષા વધારવાનો પણ નિર્ણય કર્યો છે.ગુપ્તચર એજન્સીઓને ટેલિગ્રામ પર એક ચેટ મળી છે.
આ ચેટમાં લખ્યું હતું કે, ‘સર્વશક્તિમાન અલ્લાહની કૃપા અને સહાયથી જૈશ-ઉલ-હિંદના સૈનિકો દિલ્હીના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને આઈઈડી હુમલો કરી આવ્યા છે. ભારતના મોટા શહેરોને નિશાન બનાવવાની આ હુમલાની શરૂઆત છે. તે ભારત સરકાર દ્વારા થતા અત્યાચારનો બદલો લેશે.
દિલ્લીમાં 8 વર્ષ બાદ બ્લાસ્ટ
દિલ્લીમાં 8 વર્ષ બાદ મોટો બ્લાસ્ટ થયો છે. વર્ષ 2012માં 13 ફેબ્રુઆરીએ બ્લાસ્ટ થયો હતો. ત્યારે પણ ઇઝરાયલી રાજદ્રારીને નિશાન બનાવવામાં આવ્યાં હતા. બ્લાસ્ટમાં દુત્તાવાસના કર્મચારી સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે પહેલા 7 સપ્ટેમ્બર 2011માં દિલ્લી હાઇકોર્ટ બહાર બ્લાસ્ટ થયો હતો. જેમાં 11 લોકોના મોત થયા હતા તો 80 લોકો ઘાયલ થયા હતા.
ઇઝરાયેલી દૂતાવાસ નજીક બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી, આ પોસ્ટથી થયો પર્દાફાશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jan 2021 03:10 PM (IST)
રાજધાની દિલ્લીમાં ઇઝરાઇલી દૂતાવાસમાં થયલા હુમલાની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના આતંકવાદી સંગઠને લીઘી છે. બ્લાસ્ટની તપાસ માટે આજે ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદની ટીમ દિલ્હી આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -