દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી છે. દિલ્હીના ઈઝરાયલ દૂતાવાસ પાસે  બ્લાસ્ટના સમાચાર છે. વિસ્ફોટના કારણે ત્રણ કારના કાચ તૂટ્યા છે.




દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સાંજે 5.45 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતાથી ત્રણ કાર ક્ષતિગ્રસ્ત થઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર કોઈને ઈજા નથી પહોંચી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, 'ઇઝરાયેલની એમ્બેસીની પાસે એક લો ઈન્ટેસિટી બ્લાસ્ટ થયો છે. હાલ આ બ્લાસ્ટ ક્યાં કારણોસર થયો તેની વિગતો સામે નથી આવી.

લુટિંયસ ઝોનમાં ઇઝરાયલના દૂતાવાસની પાસે જ્યાં બ્લાસ્ટ થયો, તે જગ્યા વિજય ચોકથી લગભગ 1.7 કિલોમીટરના અંતરે જ છે. વિજય ચોક પર જ બીટિંગ રિટ્રીટ ચાલી રહ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રક્ષા મંત્રી સહિત અનેક VVIP હાજર હતા.