હૈદરાબાદ: આંધ્રપ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લાના દેવીપટનમમાં ગોદાવરી નદીમાં રવિવારે મોટી દુર્ઘટના બની હતી. 60 સહેલાણીઓ ભરેલી બોટ ગોદાવરી નદીમાં ડૂબી હતી. જેમાં 23 લોકોએ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. નદીમાં ડૂબેલા અન્ય લોકોની હાલ શોધખોળ માટે એનડીઆરએફ અને એસડીઆરએશની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.


મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સરકારમાં મંત્રી અવંતી શ્રીનિવાસ સાથે જિલ્લામા હાજર મંત્રીઓને ઘટનાસ્થળે પહોંચવા અને રાહત કાર્ય પર ધ્યાન આપવા કહ્યું છે. મુખ્યમંત્રીએ ઈસ્ટ ગોદાવરી જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત કરી ઘટના અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે કરવાના આદેશ આપ્યા છે.


મુખ્યમંત્રીએ રાહત કાર્યમાં હેલિકોપ્ટનો પણ ઉપયોગ કરવાનું કહ્યું છે. તેમણે બોટ પર તાત્કાલિક ધોરણે રોક લગાવી અને તમામ બોટ સંચાલકોના લાઈસેન્સ તપાસવાના આદેશ આપ્યા છે.