નવી દિલ્હી: દેશમાં બેરોજગારીને લઈને કેંદ્રની મોદી સરકારમાં કેંદ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે મોટુ નિવેદન આપ્યું છે. સંતોષ ગંગવારે કહ્યું કે દેશમાં રોજગારની અછત નથી પરંતુ ઉત્તર ભારતીયોમાં યોગ્યતાની ખામી છે. મોદી સરકારના 100 દિવસ પૂર્ણ થતા ઉત્તરપ્રદેશના બરેલીમાં સંતોષ ગંગવાર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા. મોદીના મંત્રીના આ પ્રકારના નિવેદન બાદ તેઓ વિપક્ષના નિશાના પર આવી ગયા છે.


આર્થિક મંદીના આ દોરમાં સંતોષ ગંગવારને જ્યારે દેશમાં બેરોજગારીને લઈને સવાલ કર્યો તો તેણે કહ્યું, 'દેશમાં રોજગારની કોઈ સમસ્યા નથી. જે પણ કંપનીઓ રોજગાર આપવા માટે આવે છે, તેમનું કહેવું છે કે યુવાઓમાં યોગ્યતા નથી. તેમણે કહ્યું, દેશમાં આર્થિક મંદીની વાત તો સમજમાં આવી રહી છે, પરંતુ રોજગારની અછત નથી.'

કેંદ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગાવારે કહ્યું કે, મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષોમાં પોતાના કાર્યથી જનતામાં શાસન પ્રત્યે વિશ્વાસ જગાડ્યો છે. દેશમાં આર્થિક મંદી જેવી સ્થિતી નથી. સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઘણા પગલાઓ ભર્યા છે. જેમાં સાર્વજનિક ક્ષેત્રે બેન્કોનું વિલીનીકરણ પણ સામેલ છે.