મુંબઈ: પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોની મદદ માટે આમ આદમી લઈ ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે. બોલીવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝ જેવા સ્ટાર્સ બાદ અભિનેતા સલમાન ખાન પણ શહીદ પરિવારની મદદ માટે આગળ આવ્યો છે.


કેંદ્રીય મંત્રી કિરણ રિજિજૂએ એક ટ્વિટ કરી તેની જાણકારી આપી કે સલમાન ખાને પોતાની સંસ્થા બીઈંગ હ્યૂમન ફાઉન્ડેશનના માધ્યમથી મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાને કેટલી રકમની મદદ કરી તેની કોઈ જાણકારી સામે નથી આવી.

વાંચો: પુલવામા હુમલો: મોદી સરકારના કયા મહિલા મંત્રીએ શહીદો માટે આપ્યો એક મહિનાનો આખો પગાર, જાણો વિગત

આજે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનો માટે એક મહિનાનો પગાર જમા કરાવ્યો હતો. ઉમા ભારતીએ ટ્વિટ કરીને લખ્યું કે, પુલવામા હુમલામાં શહીદ જવાનો અને દેશ માટે શહીદ થયેલા જવાનો માટે સર્વસ્વ આપી દઇએ તો પણ ઓછું પડે. મારા તરફથી એક વિનમ્ર ન્યોછાવર.... હું મારો એક મહિનાનો પગાર bharatkeveer.gov.inમાં જમા કરાવું છું.