મુંબઈઃ કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓના શરમજનક કૃત્યના પગલે દેશભરમાં રોષ ફેલાયો છે. શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે ઠેરઠેર રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજાઇ રહી છે.



જે અંતર્ગત મુંબઈમાં શનિવારે રાત્રે પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારારજશ્રી (અમરેલી-ચંપારણ્ય-કાંદિવલી) તથા પૂ.પા.ગો. શ્રી અનુગ્રહકુમારજી મહોદયની અધ્યક્ષતામાં કાંદિવલીમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.



જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.



વાંચોઃ પુલવામા હુમલોઃ વડોદરામાં વરઘોડામાં વાગ્યા દેશ ભક્તિના ગીતો, વર-વધૂ જોવા મળ્યા તિરંગા સાથે