નવી દિલ્હીઃ IRCTCએ પોતાની વેબરસાઈટ પર સોમવાર સાંજે છ કલાક બાદ 12 મેથી ચાલનારી વિશેષ ટ્રેનો માટે બુકિંગ શરૂ કર્યું છે. સાથે જ હાવરા-નવી દિલ્હી રૂટની ટ્રેનના એસી-1 અને એસી-3ની તમામ ટિકિટો 10 મિનિટની અંદર વેચાઈ ગઈ હતી અને બાકીની તમામ સીટો પણ 20 મિનિટમાં વેચાઈ ગઈ હતી.

ટિકિટોના બુકિંગ પહેલા સાંચે ચાર કલાકે શરૂ થવાનું હતું પરંતુ કેટલીક ટેકનીકલી મુશ્કેલીઓને કારણે તેમાં વિલંબ થયો. સાંજે અંદાજે પોણા પાંચ કલાકે IRCTCએ જાણકારી આપી કે બુકિંગ સાંજે છ કલાકે શરૂ થશે.

હાવરા-નવી દિલ્હી ટ્રેન આજે સાંજે પાંચ કલાકને પાંચ મિનિટે હાવરાથી રવાના થશે. વેબસાઈટ પર ટિકિટ ઉપલબ્ધતા તપાસવા પર જાણવા મળ્યું કે ભુવનેશ્વર-નવી દિલ્હી વિશેષ ટ્રેનના એસી-1 અને એસી-3ની ટિકિટ પણ સાંજે સાડા છ કલાકની આસપાસ વેચાઈ ગઈ હતી.

બુકિંગમાં વિલંબ થવા પર IRCTCએ સ્પષ્ટતા કરતાં સાંજે 5-45એ ટ્વિટ કર્યું કે, ”વિશેષ ટ્રેન (ડેટા) અપલોડ કરવામાં આવી રહ્યો છે. બુકિંગ ટૂંકમાં જ શરૂ થશે.” આ પહેલા સૂત્રોએ કહ્યું હતું કે, વેબસાઈટ ઠપ્પ નથી થઈ, પરંતુ ડેટા અપલોડ કરવામાં આવી રહ્યો છે. તેમમે પ્રવાસીઓને રાહ જોવા માટે કહ્યું હતું.



આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગરતલા, હાવડા, પટના, ડિબ્રુગઢ, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.