નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા, લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા તથા આર્થિક ગતિવિધિઓ શરુ કરવા પર આજે મુખ્યંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી હતી. આ દરમિયાન મોદીએ રાજ્ય સરકારની પ્રશંસા પણ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું, “કોરોના વાયરસ મહામારી સામે લડવા ભારતની સફળતાને વૈશ્વિક માન્યતા મળી છે. ભારત સરકાર આ મામલે તમામ સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. ” મોદીએ કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ગ્રામીણ ભારત આ સંકટમાંથી મુક્ત રહે.
તેઓએ કહ્યું, “ દેશમાં આર્થિક પ્રવૃતિઓને ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ કામ વધુ ઝડપથી થશે. આપણે કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં હજુ વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. ” આવનારા પડકારો માટે સંતુલિત રણનીતિ બનાવવી પડશે અને લાગુ કરવું પડશે. તમે જે સૂચનો આપશો તેના આધારે આપણે દેશની આગળની દિશા નક્કી કરી શકીશું.
પીએમ સાથેની ચર્ચામાં આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી, પંજાબના સીએમ અમરિંદર સિંહ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ સહિત અનેક મુખ્યમત્રીઓ સામેલ થયા હતા.
કોરોના સંકટમાં પીએમ મોદીએ પાંચમી વખત મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. ચર્ચા દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મળા સીતારમણ અને આરોગ્યમંત્રી હર્ષવર્ધન પણ હાજર રહ્યાં હતા.
Covid-19: મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદીએ રાજ્ય સરકારોની કરી પ્રશંસા, કહ્યું- આર્થિક ગતિવિધિઓ વધારવી જરૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2020 09:29 PM (IST)
પીએમ મોદીએ કહ્યું, “કોરોના વાયરસ મહામારી સામે લડવા ભારતની સફળતાને વૈશ્વિક માન્યતા મળી છે. ભારત સરકાર આ મામલે તમામ સરકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. ”
- - - - - - - - - Advertisement - - - - - - - - -