vaccination:કેન્દ્ર સરકારે કોવિશીલ્ડની બંને વેક્સિનન ડોઝની વચ્ચે 12થી 16 અઠવાડિયાનું અંતર નક્કી કર્યૂં છે. જો કે સરકારે કહ્યું છે કે, નવા નિયમોની અસર પ્રી બુકિંગ પર નહી પડે. જે લોકોએ વેક્સિન લેવા માટે જેમને પહેલાથી રજિસ્ટ્રેશન કરાવેલું છે. તેમને નક્કી કરેલા સમયે જ કોવિશિલ્ડ અપાશે.
કેન્દ્ર સરકારે કોરોના વેક્સિન કોવિશીલ્ડ લેવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેન્દ્ર સરકારે કોવિશીલ્ડની બંને વેક્સિનની ડોઝ વચ્ચે 12 કે 16 અઠવાડિયાનો સમય નક્કી કર્યો છે. પહેલા આ અંતર એક મહિનાનું હતું. જો કે સરકારે કહ્યું છે કે,. નવા નિયમની અસર પ્રી બુકિંગ પર નહી પડે. જે લોકોએ વેક્સિન લેવા માટે પહેલાથી બુકિંગ કરાવ્યું છે. તે લોકોને વેક્સિન તેમના નિશ્ચિત સમયે મળશે. આ નિયમ હવે કોવિન પોર્ટલ પર લાગૂ કરવામાં આવશે.
રવિવારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, કોવિશીલ્ડના ડોઝને લઇને કો-વિન પોર્ટલ પર કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. જેના હેઠળ હવે કોવિશીલ્ડનો ડોઝ 12 કે 16 સપ્તાહ બાદ આપવમાં આવશે. જેમને પહેલાથી લીધેલી બુકિંગ કેન્સલ નહીં થાય.સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને અપોઇન્ટમેન્ટની તારીખ નક્કી કરવાની સલાહ આપવાામં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
મંત્રાલયે કહ્યું કે, "ભારત સરકારે આ ફેરફાર સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોઓને સૂચન આપી દીધા છે. કોવિશીલ્ડના રસીની બીજી ડોઝ લેવા માટે 12-16 સપ્તાહનો સમય નક્કી કરાયો છે. આ માટે કોવિન પોર્ટલ પર જરૂરી ફેરફાર કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 14781755 લોકોને રસી આપવામાં આવી છે. જેમાંથી 29844 લોકોએ ગઈકાલે રસી લીધી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કોરોનાની રસીના ૧.૮૪ કરોડથી વધુ ડોઝ હજી ઉપલબ્ધ છે અને આગામી ત્રણ દિવસમાં રાજ્યોને ૫૧ લાખ ડોઝ આપવાની તૈયારી ચાલી રહી છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.