Breaking News Live : ભાજપે ચૂંટણી કમિટીના સભ્યો કર્યા જાહેર, જાણો કોને કોને મળ્યું સ્થાન

Breaking News Updates 17 August 2022: આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચ કરી રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 17 Aug 2022 02:06 PM
ભાજપે ચૂંટણી કમિટીના સભ્યો જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માત

મહારાષ્ટ્રના ગોંદિયામાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી રહી છે જેમાં એક પેસેન્જર ટ્રેને માલગાડીને ટક્કર મારી છે. ટક્કર બાદ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા અને 50થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે.





ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી બનાસકાંઠાના ડીસામાં 7.5 અને દાંતિવાડામાં 6.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ, સારબકાંઠાના પોસિનામાં 6 ઇંચ, મહેસાણા, દાંતા, દિયોદર સિદ્ધપુર, વલસાડ, ધરમપુર અને સતલાસણામાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

ભરૂચમાં નર્મદા નદીના જળ સ્તરમાં વધારો

ભરૂચમાં નર્મદાના જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચતા સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ભરૂચ નગર પાલિકા દ્વારા 187 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટી, દાંડિયાબજાર, નવજીવન ઝૂંપડપટ્ટી નજીક નર્મદા કાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે. હાલ  નર્મદા ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

દેશમાં સતત બીજા દિવસે 10 હજારથી ઓછા કોરોના કેસ નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,062 નવા કેસ નોંધાયા છે અને 36 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 15,220 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,105,058 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,27,134 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,36,54,064 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 208,57,15,251  રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 25,90,557 ડોઝ ગઈકાલે અપાયા હતા.  દૈનિક પોઝિટિવિટી રેટ 2.49 ટકા છે.

ઘરમાંથી છ લોકોના મૃતદેહ મળ્યાં

બ્રેકગ્રાઉન્ડ

Supreme Court on Free Schemes:  ચૂંટણીમાં મફત યોજનાઓના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થશે. છેલ્લી સુનાવણીમાં, ભારત સરકાર (GOI) એ કોર્ટમાં તેની દલીલ રજૂ કરી હતી અને સુપ્રીમ કોર્ટે આ બાબતે નિષ્ણાતોની સમિતિ બનાવવાની વાત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સમિતિમાં નાણાં પંચ, નીતિ આયોગ, રિઝર્વ બેંક (RBI), કાયદા પંચ, રાજકીય પક્ષો સહિત અન્ય પક્ષોના પ્રતિનિધિઓ પણ હોવા જોઈએ.


ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સમિતિ અંગે કોર્ટમાં સૂચન કર્યું હતું કે તેઓ એક સમિતિની દરખાસ્ત કરી રહ્યા છે, જેમાં સચિવો, કેન્દ્ર સરકાર, દરેક રાજ્ય સરકારના સચિવો, દરેક રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, નીતિ આયોગ, આરબીઆઈ, નાણા પંચ અને રાષ્ટ્રીય કરદાતા સંઘના પ્રતિનિધિઓ સામેલ હશે.


સુપ્રીમ કોર્ટે મફત યોજનાઓને લઈને આ કહ્યું 


આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એનવી રમનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચ કરી રહી છે. કોર્ટે આ મામલે ભારત સરકાર, અરજદાર અને વકીલ કપિલ સિબ્બલ પાસેથી સૂચનો માંગ્યા છે. કોર્ટે આ માટે સાત દિવસનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણીમાં મફત યોજનાઓથી સરકારી તિજોરીને નુકસાન થાય છે. કોર્ટે ભારત સરકાર અને ચૂંટણી પંચને આવી યોજનાઓ પર વિચાર કરવા જણાવ્યું હતું.


આમ આદમી પાર્ટી  સામે અરજી


આ પહેલા કોર્ટમાં 11 ઓગસ્ટે અને તે પહેલા 3 ઓગસ્ટે સુનાવણી થઈ હતી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે મફત યોજનાઓની જાહેરાત કરનાર રાજકીય પક્ષોની માન્યતા રદ કરવામાં આવે. આ અરજી સામે આમ આદમી પાર્ટી કોર્ટમાં પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'રેવડી કલ્ચર'ને લઈને વિપક્ષી પાર્ટીઓને ટોણો માર્યો હતો. આના જવાબમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યારે કેટલાક સાથીઓની બેંક લોન માફ કરવામાં આવી ત્યારે કરદાતાઓ સાથે છેતરપિંડી થઈ હશે. તેમણે મફત યોજનાઓ પર જનમત યોજવાનો પડકાર પણ આપ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.