Breaking News Live: PM મોદી પુણે પહોંચ્યા, ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત
Breaking News Live 14th June 2022: નેશનલ હેરાલ્ડ કરપ્શન કેસમાં સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ED દ્વારા લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેમને મંગળવારે પણ હાજર થવા કહેવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુણે પહોંચી ગયા છે. અજિત પવારે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યુ.
કોંગ્રેસના આગેવાન-કાર્યકરોએ પદયાત્રા અટકાવી દેતાં અનેક મોટા નેતાઓ રસ્તા પર બેસી ગયા છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ રસ્તા પર બેઠા છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે પગપાળા કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને રોકવામાં આવ્યા. તેમણે કહ્યું કે પગપાળા કૂચ કરવામાં શું વાંધો છે. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષના અવાજને દબાવવા માટે કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચ્યા છે. ગત દિવસે ઈડીએ 10 કલાક સુધી રાહુલની પૂછપરછ કરી હતી અને જવાબ આપ્યો હતો.
મોદી સરકારે મોટો ફેંસલો કર્યો છે. સરકાર આગામી 1.5 વર્ષમાં 10 લાખ નોકરી આપશે. પીએમઓ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી પુણે શહેરના દેહુ ખાતે જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરના ઉદ્ઘાટન સાથે આ પ્રવાસની શરૂઆત કરશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન ત્યારબાદ રાજભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેશે. બંને નેતાઓ એક મંચ પર સાથે જોવા મળશે, જેના માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની ડ્રગ્સ લેવા બદલ બેંગ્લોરમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રવિવારે મોડી રાત્રે બેંગ્લોરની એક હોટલ પર દરોડો પાડ્યો હતો જ્યાં પાર્ટીમાં સિદ્ધાંત સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે આ કેસમાં સિદ્ધાંતને જામીન મળી ગયા છે. સિદ્ધાંતની સાથે જ ચાર લોકોને જામીન મળ્યા છે.
સુશાંત સિંહ રાજપૂતની આજે બીજી પુણ્યતિથિ છે. તેમણે 14 જૂન, 2020 ના રોજ આ દુનિયા છોડી દીધી. 21 જાન્યુઆરી 1986ના રોજ પટનામાં જન્મેલા સુશાંતે ટેલિવિઝનથી બોલિવૂડ સુધીની સફર કરી, પરંતુ આ સફર ઉતાર-ચઢાવથી ભરેલી હતી. તેમના મૃત્યુનું રહસ્ય આજદિન સુધી ઉકેલાયું નથી. બે વર્ષ પહેલા આ દિવસે મુંબઈના તેમના ઘરેથી તેમની લાશ મળી આવી હતી.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live 14th June 2022: નેશનલ હેરાલ્ડ કરપ્શન કેસમાં સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ED દ્વારા લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેમને મંગળવારે પણ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. સોમવારે થયેલી પૂછપરછમાં રાહુલ ગાંધી પાસેથી બેંક ખાતા સહિત અનેક બાબતો પર પૂછપરછ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સવારે 11.10 વાગ્યે એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત EDના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જે બાદ તે લગભગ 2.30 વાગ્યે EDની ઓફિસમાંથી નીકળી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -