Breaking News Live: એક ક્લિકે જુઓ દેશ-દુનિયાના મહત્વના સમાચાર
Breaking News Live: યુપીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 15 મુસાફરોનાં મોત થયાં હતાં. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ છે, તો બીજી તરફ રાજ્યના કોડીનાર અને રાજકોટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે.
રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે આજે સૌથી વધુ ગરમી ઉત્તર ગુજરાતમાં નોંધાશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે જેને લઈને ગરમી વર્તાશે. જોકે આજે ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે જ્યારે અમદાવાદ 35 ડિગ્રી તાપમાન રહી શકે છે. અત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ શિયાળો અંતિમ તબક્કામાં પહોંચ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર જોવા મળશે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે. 2થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. જેના કારણે ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 27 ફેબ્રુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. 27 ફેબ્રુઆરીના ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાજબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે મનમોહન સિંહના નેતૃત્વમાં 10 વર્ષ સુધી ઘણી સારી સરકાર આપી હતી. અમે લોકશાહીને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ. ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસે સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કરી છે.
અલ્હાબાદ હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસ શુક્લાના કાળા નાણાનો પર્દાફાશ થયો છે. શુક્લા સામે અપ્રમાણસર સંપત્તિના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યા છે. શુક્લા પર પહેલા પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજ નારાયણ શુક્લા અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. આ કેસ 2014 અને 2019 વચ્ચે અપ્રમાણસર સંપત્તિના કેસમાં નોંધવામાં આવ્યો છે. સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું હતું કે જસ્ટિસ શુક્લાનું કાળું નાણું બે ટ્રસ્ટ, એક ફાઉન્ડેશન અને રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા લોન્ડર કરવામાં આવ્યું હતું.
છત્તીસગઢના સુકમા જિલ્લામાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં DRG ના 3 જવાન શહીદ થઇ ગયા છે. જ્યારે 2 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સુકમા જિલ્લા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. શનિવારે સવારે નક્સલીઓએ સુકમા જિલ્લાના ઘોર નક્સલ પ્રભાવિત વિસ્તારમાંજગરગુંડા અને કન્દેડની વચ્ચે પેટ્રૉલિંગ કરતી જવાનોની ટીમ પર હુમલો કર્યો હતો. જવાનો પર આ દરમિયાન નક્સલીઓએ તાબડતોડ ફાયરિંગ કર્યુ હતુ, જોકે, બાદમાં જવાનોએ મોરચો સંભાળી લીધો અને જોરદાર જવાબ આપ્યો હતો. પરંતુ આ દરમિયાન નક્સલી સામે લડતા લડતા DRG ના 3 જવાનોને ગોળી વાગી ગઇ હતી, અને ઘટનાસ્થળ પર જ તેઓનો મોત થઇ ગયુ હતુ, વળી, આ હુમલામાં 2 જવાનો ગોળી વાગવાથી ઘાયલ થયા હતા. જેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.
ભૂકંપમાં કાટમાળ નીચે દટાઈ જતાં 'મૃત્યુ', 2 દિવસ પછી અંતિમ સંસ્કાર વખતે જીવતી થઇ વ્યક્તિ! ડોક્ટરોના હોશ ઉડી ગયા હોંશ. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિ ફરીથી જીવિત થઇ શકે? સીરિયાના રહેવાસી અહેમદ અલ-મગરીબી સીરિયાના શહેર અટારિબમાં હતા ત્યારે ભૂકંપના આંચકાએ શહેરને હચમચાવી નાખ્યું હતું. તે ઈમારતના કાટમાળ નીચે દટાઈ ગયા હતો, જેના કારણે તે મૃત્યુ પામ્યો હતો, પરંતુ તે ફરીથી જીવતો થયો હતો.
: સૌરાષ્ટ્રમાં ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જામકંડોરણા તાલુકાના રાયડી ગામના ખેડૂતોએ ઉભા પાકમાં બકરા ચરવા મૂક્યા છે. ચાર મહિનાની રાત દિવસની મહેનત બાદ ખેડૂતોની આ સ્થિતિ જોવા મળી. ડુંગળીના ભાવ ન મળતા ડુંગળીના ઉભા પાકમાં બકરા ચરાવવા મૂકી દીધા હતા. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે. એક કિલો ડુંગળીના ભાવ બે થી ચાર રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ સુધી ડુંગળીનો ભાડાનો ખર્ચ પણ ખેડૂતોને મળતો નથી.
ઇરાન અને ઉત્તર કોરિયાની સાથે મ્યાંનમાર ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફૉર્સ (FATF)ના 'બ્લેક લિસ્ટ' આવ્યુ છે. યૂક્રેન યુદ્ધની પહેલી વરસી પર રશિયાને FATFના સભ્યપદથી બહાર કરી દેવામાં આવ્યુ છે. આતંક વિતપોષણ અને ધન શોધન પર વૈશ્વિક નજર રાખનારી સંસ્થા FATF નું કહેવું છે કે આ ત્રણ દેશ ઉચ્ચ જોખમ વાળા દેશ છે એટલા માટે તેમને 'બ્લેક લિસ્ટ'ની યાદીમાં રાખવામાં આવ્યા છે.
સિંગાપુરના ટી રાજા કુમારની અધ્યક્ષતામાં પેરિસમાં એફએએફટીની બીજી પૂર્ણ બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી. એફએએફટી (FATF)એ કહ્યું કે, સંયુક્ત આરબ અમીરાત (UAE ), તુર્કી, જૉર્ડન, દક્ષિણ આફ્રિકા અને 20 અન્ય દેશો આની 'નજર લિસ્ટ'માં છે, અને તેના પર કડક નજર રાખવામાં આવી રહી છે. યાદ રહે કે પાકિસ્તાનને ગયા વર્ષે ઓક્ટોબરમાં નજરની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યુ હતુ.
કોંગ્રેસના 5 આગેવાનોને પક્ષમાંથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લા લઘુમતિ સેલના પ્રમુખ ઈકબાલ સુમરા, સિક્કા નગરપાલિકાના પ્રમુખ જુસબ જાકુભાઈ, કારોબારી સમિતિના ચેરમેન અબ્દુલ કાદરબાપુ, નગરપાલિકાના સભ્ય વલીમામદ સિદિકભાઈ મલેક અને સદસ્ય હેમતસિંહ જેઠવાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરાયા છે.
રાજકોટના પામ સિટી એપાર્ટમેન્ટનાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી ચોકીદાર હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘર કામ કરવા જતી તરુણીને લલચાવી ચોકીદારે એપાર્ટમેન્ટનાં રૂમમાં જ દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. તરુણી તાબે નહી થાય તો તેના ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામ પાસે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતમાં 15 મુસાફરોનાં મોત થયાં હતાં જ્યારે 50 લોકો ઘાયલ થયાના અહેવાલ છે, તો બીજી તરફ ઘાયલ થયેલા લોકોમાં 10ની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે.
કોડીનારના સેઢાયા ગામની યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. યુવતીને છરી બતાવી વિઠળપુર ગામે નદી કાંઠા વિસ્તારમાં લઇ જઇ બળાત્કાર ગુજાવામાં આવ્યો હતો. જે બાદ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોડીનાર પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાક મચી જવા પામી છે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Update: મધ્યપ્રદેશના સિધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામ પાસે શુક્રવારે રાત્રે માર્ગ અકસ્માતમાં 15 મુસાફરોનાં મોત થયાં હતાં. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ છે, તો બીજી તરફ રાજ્યના કોડીનાર અને રાજકોટમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -