Breaking News Live: મુરલી શ્રીશંકર લોંગ જંપની ફાઇનલ માટે થયો ક્વોલિફાયર

Breaking News Updates: આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને કેટલાક મેડલ મળી શકે છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Aug 2022 03:39 PM
દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ

દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ નોંધાયો છે. કેરળમાં પાંચ કેસ નોંધાયા છે. ભારતમાં પણ ધીમે ધીમે મંકીપોક્સના કેસ વધી રહ્યા છે.





કેરળમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો

નેશનલ હેરાલ્ડ પર EDના દરોડા

મની લોન્ડ્રિંગ કેસને લઈ નેશનલ હેરાલ્ડની ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા છે. તાજેતરમાં આ મુદ્દે સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની પૂછપરછ થઈ હતી.





કેરળના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

કેરળના વાયનાડ, મલ્લાપુરમ સહિત 10 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે.





મનહર ઉધાસ ભાજપમાં થશે સામેલ

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં જાણીતા ગઝલકાર મનહર ઉધાસ પણ સામેલ થશે. આજે સાંજે તેઓ ભાજપનો કેસરિયો ધારણ કરશે.

અગસ્ટા વેસ્ટ લેન્ડ ચોપર સ્કેમમાં ઈડીએ સુપ્રીમ કોર્ટમાં ફાઈલ દાખલ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂજના આઇસોલેશન વોર્ડની લીધી મુલાકાત

કચ્છમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા છે. અસરગ્રસ્ત ગાયો માટે ભુજના કોડકી રોડપર આવેલ આઈસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી અને રાઘવજી પટેલ કલેકટર કચેરી અધિકારીઓ સાથે બેઠક કરશે. ભૂપેન્દ્ર પટેલ અને રાઘવજી પટેલ કચ્છમાં લમ્પી વાયરસની સમીક્ષા કરી રહ્યા છે.

સીએનજીના ભાવમાં ઝીંકાયો વધારો

CNGના ભાવમાં રૂ. 1.99નો વધારો ઝીંકાયો છે.  અદાણી ગેસ દ્વારા CNGનો નવો ભાવ આજથી લાગુ કરાયો છે. CNGનો જૂનો ભાવ રૂ. 83.90 પ્રતિ કિલો હતો. આજથી રૂ. 85.89 પ્રતિ કિલો CNGનો ભાવ લાગુ થયો છે.

રાજસ્થાનમાં હજુ નથી મંકીપોક્સનો એકપણ કેસ

રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી પી.લાલ મીણાએ જણાવ્યું, રાજયમાં હજુ સુધી મંકીપોક્સનો એકપણ કેસ નથી. ભરતપુર અને કિશનગઢમાં બે લોકોના સેમ્પલ લઈને પુણે મોકલવામાં આવ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News 2 August 2022:  કોમનવેલ્થ ગેમ્સ 2022નો પાંચમો દિવસ ભારત માટે ઘણો મહત્વનો રહેવાનો છે. ભારતે અત્યાર સુધીમાં કુલ નવ મેડલ જીત્યા છે અને તેમાંથી સાત મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે, પરંતુ ચોથા દિવસે ઘણા ખેલાડીઓએ ફાઇનલમાં પહોંચીને પોતાના મેડલ નિશ્ચિત કર્યા છે. આજે આ તમામ ખેલાડીઓના મેડલનો રંગ જાણી શકાશે. 


અલ-કાયદાનો વડો અલ-ઝવાહિરી યુએસ ડ્રોન હુમલામાં ઠાર


અફઘાનિસ્તાનમાં કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશનમાં અલ-કાયદાના ચીફ અયમાન અલ-ઝવાહિરીને ઠાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેને તેની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં CIA દ્વારા રવિવારે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં જવાહિરીનું મોત થયું હતું. બીબીસી અનુસાર બિડેને કહ્યું કે જવાહિરીએ "અમેરિકન નાગરિકો સામે હત્યા અને હિંસાનો માર્ગ ઘડી કાઢ્યો હતો." તેમણે કહ્યું, "હવે ન્યાય મળ્યો છે અને આ આતંકવાદી નેતા નથી રહ્યા."


અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે ડ્રોને તેના પર બે મિસાઈલ છોડી ત્યારે જવાહિરી સુરક્ષિત ઘરની બાલ્કનીમાં હતો. તેમણે કહ્યું કે પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે હાજર હતા, પરંતુ તેમને કોઈ નુકસાન થયું ન હતું અને માત્ર જવાહિરી માર્યો ગયો હતો.


2011માં ઓસામા બિન લાદેનના મોત બાદ જવાહિરીએ અલ-કાયદાને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. તે અને બિન લાદેન યુનાઇટેડ સ્ટેટ્સ પર 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ હતા. જવાહિરી અમેરિકાના ‘મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ’માંનો એક હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.