Breaking News Live: દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, જોશીમઠમાં પણ ધરતી ધ્રૂજી, લોકો ઘરની બહાર દોડી આવ્યા
દિલ્હીની જેએનયુમાં વિદ્યાર્થીઓના એક જૂથે ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું. જેએનયુ પ્રશાસને સ્ક્રિનિંગ રદ કરવા કહ્યું.
Earthquake In Delhi-NCR: આજે (24 જાન્યુઆરી) દિલ્હી-એનસીઆર તેમજ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ઉત્તરાખંડના જોશીમઠ અને રામનગરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી અને ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.
Junagadh: જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી છે. મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે.જો કે થોડા સમય પહેલા રાજ ભારતી બાપુનો પીણાના ગ્લાસ સાથેનો અને યુવતી સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. સાથે જ અન્ય કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા. મહંત સામે ચોંકાવનારા આરોપો પણ લાગ્યા હતા કે રાજભારતી બાપુ મુસ્લિમ છે.અને સાચું નામ હુજેફા હોવાનો પત્રમાં આરોપ લાગ્યો હતો. આજે વહેલી સવાલથી કથિત ઓડિયો વીડિયોને લઈ રાજ ભારતી બાપુ વિવાદમાં હતા. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
GCMMF Election: ગુજરાતકો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિના ચેરમેનપદની ચૂંટણી આજે આણંદ ખાતે યોજાઈ. સહકારી ક્ષેત્રના નવા નિયમોનુસાર નવા ચેરમેનનો કાર્યકાળ ત્રણ વર્ષના બદલે પાંચ વર્ષનો થતા અઢી વર્ષે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થતી હોય છે. વાર્ષિક રૂ.70 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતાં જીસીએમએમએફના ચેરમેનની ચૂંટણી જાહેર થતાં ગુજરાતમાં સહકારી દૂધ ઉત્પાદક સંઘોનું રાજકારણ ગરમાયું હતું.
સર્વાનુમેત ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ હતી. જેમાં અગાઉના ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપીટ કરાયા હતા. સાબર ડેરીના શામલભાઈ પટેલની ચેરમેન અને વાલમજી હુંબલને વાઇસ ચેરમેન પદે રિપીટ કરાયા હતા.
Amreli: લગ્નની લાલચ આપીને ફસાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. સાવરકુંડલા તાલુકા પોલીસે ત્રણ મહિલા સહિત મુખ્ય સૂત્રધાર દલાલની ધરપકડ કરી હતી. ડીવાયએસપી હરેશ વોરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો અંગે સમગ્ર માહિતી આપી હતી.
લુંટેરી દુલ્હને કંઈકને ચુનો ચોપડીને પૈસા લઈને લગ્ન કર્યા છે. ગયા ઓક્ટોમ્બર મહિનામાં સાવરકુંડલાના નિકુંજ માધવાણી સાથે લગ્ન કરેલા સેજલ નામની આ દુલ્હન મૂળ રાજસ્થાન બાજુની છે. તેનું સાચું નામ મુસ્કાન છે. આ લગ્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો દલાલ કિશોર મિસ્ત્રી છે, જે સાવરકુંડલા ના થોરડી ગામનો છે. આ કિશોર મિસ્ત્રીએ જ લગ્ન કરાવામાં 1 લાખ 90 હજાર લઈને પોતાના ઘરે જ હાર પહેરાવીને સેજલ અને નિકુંજના લગ્ન કરાવ્યા હતા ત્યારે સેજલની માતા ગીતા અને કાજલ નામની યુવતીઓ હાજર રહી હતી.
BV Doshi Death: જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આઈ આઈ એમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદેપુર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી ન્યુ દિલ્હી સહિત અનેક જાણીતી બિલ્ડિંગનની ડિઝાઇન તૈયાર કરી હતી. લાંબા સમયની બીમારીના કારણે તેમનું નિધન થયું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
બીવી દોશીને પદ્મભૂષણ, પદ્મશ્રી, રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક રોયલ ગોલ્ડ મેડલ, પ્રીઝર્કર આર્કિટેક્ચર પ્રાઇઝ જેવા અનેક એવોર્ડ થી સન્માનિત છે.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. મળતી જાણકારી અનુસાર, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. 25 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે.બજેટ પર ચર્ચા અને મતદાન માટે 16 બેઠકો યોજાશે. સરકારી કામકાજ માટે પાંચ બેઠકો મળશે. બજેટ સત્રમાં રોજ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી રહેશે.
સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BharOS પર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, પડકારો અહીંથી શરૂ થાય છે. આ યાત્રામાં મુશ્કેલીઓ આવશે અને દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જે મુશ્કેલીઓ લાવશે અને તેઓ ઈચ્છશે નહીં કે આવી કોઈ સિસ્ટમ સફળ થાય.
ઉત્તર પ્રદેશ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌમાં આયોજિત 'ઉત્તર પ્રદેશ દિવસ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 'એરો ઈન્ડિયા 2023'ની સર્વોચ્ચ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી.
Accident: પાટણના હારીજ-સમી હાઇવેના મુજપુર પાસે બાઈક અને છોટા હાથી વાન વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બે લોકોના મોત થયા હતા. બંને મૃતકો શંખેશ્વલ તાલુકાના રહેવાસી છે. અકસ્માતમાં બાઈક ચાલક તેમજ છોટાહાથી વાનમાં સવાર ચાલકનું મોત થયું. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપા, હાથ ધરી છે.
દિગ્વિજય સિંહના સર્જિકલ સ્ટ્રાઈકના નિવેદન પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હું રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગુ છું કે આ કેવા પ્રકારની યાત્રા છે? તમારી સાથે ટુકડે-ટુકડે ગેંગ ચાલી રહી છે, સેનાનું મનોબળ નીચું થઈ રહ્યું છે અને સેના નબળી પડશે તેવો સવાલ પણ રાહુલ ગાંધી ઉઠાવી રહ્યા છે. આ દેશભક્તિ નથી. કોંગ્રેસનો ડીએનએ પાકિસ્તાનનો છે. દિગ્વિજય સિંહ જી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગી રહ્યા છે. તેઓ સેનાનું મનોબળ ઘટાડવાનું કામ કરી રહ્યા છે અને તેઓ બતાવી રહ્યા છે કે તેઓ પાકિસ્તાનની સાથે ઉભા છે.
જમ્મુ અને કાશ્મીર: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે જમ્મુના નગરોટાથી શરૂ થઈ છે.
22 અને 23 જાન્યુઆરીના રોજ, મુંબઈ કસ્ટમ્સે બે અલગ-અલગ કેસમાં મુંબઈ એરપોર્ટ પર બે વિદેશી નાગરિકોને રોક્યા અને પુસ્તકના પાનામાં છુપાયેલા USD 90,000 અને અન્ડરગાર્મેન્ટ્સમાં છૂપાયેલા પેસ્ટના રૂપમાં 2.5 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું. બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.
હરિયાણાઃ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 40 દિવસની પેરોલ મળી છે અને હાલમાં તે જેલની બહાર છે. રામ રહીમને તેના જન્મદિવસ નિમિત્તે તલવાર વડે કેક કાપતા જુઓ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે.
Gun Violance In USA: અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે (23 જાન્યુઆરી)ના રોજ થયેલી ફાયરિંગમાં કુલ 9 લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાના શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે. સાન મેન્ટો સ્થિત પોલીસ હેડક્વાર્ટરે જણાવ્યું હતું કે ફાયરિંગ સાન ફ્રાન્સિસ્કોથી 30 માઇલ દક્ષિણે હાફ મૂન બે નજીક હાઇવે પર થયુ હતું.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Updates 24 January' 2023: રામચરિત માનસ પર એસપી નેતા સ્વામી પ્રસાદ મૌર્યના વિવાદાસ્પદ નિવેદન પર વિવાદ વધુ તીવ્ર બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમના નિવેદનથી નારાજ છે અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં આજે પાર્ટી તરફથી પ્રેસ કોન્ફરન્સ થવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશ સિવાય પાર્ટીના ઘણા ધારાસભ્યો પણ મૌર્યના નિવેદનથી પોતાને દૂર રાખી રહ્યા છે. હકીકતમાં, પાર્ટીના MLC સ્વામી પ્રસાદ મૌર્યએ બે દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે રામચરિત માનસમાં ધર્મની આડમાં દલિતો અને પછાત મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું. મૌર્યએ રામચરિતમાનસમાંથી આ ચોપાઈને હટાવવાની માંગ કરી છે.
સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન પર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રવિદાસ મલ્હોત્રાએ કહ્યું કે આ તેમનું અંગત નિવેદન છે, પાર્ટીનું નિવેદન નથી. આ નિવેદન અજાણતા આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. સ્વામી પ્રસાદના નિવેદન પર યુપી ભાજપે અખિલેશ યાદવને સવાલ પૂછ્યો કે, શું પાર્ટી અને અખિલેશ યાદવ રામચરિતમાનસને નષ્ટ કરવાની માંગ સાથે સહમત છે? અખિલેશે તરત જ પાર્ટી વતી માફી માંગવી જોઈએ.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ સૂત્ર આપ્યું હતું
સૂત્ર આપતાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું કે તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ. હું આજે એક સૂત્ર આપું છું... "તમે મને સમર્થન આપો, હું ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવીશ" આજે આપણે જાહેર કરીએ છીએ કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. હવે બંગડીઓ પહેરીને ઘરે ન બેસો.
બીબીસી ડોક્યુમેન્ટરી
દિલ્હીની જેએનયુમાં વિદ્યાર્થીઓના એક જૂથે ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું. જેએનયુ પ્રશાસને સ્ક્રિનિંગ રદ કરવા કહ્યું.
ભારત જોડો યાત્રા
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી આજે જમ્મુથી ઉધમપુર જશે. રાહુલની પ્રેસ કોન્ફરન્સ બપોરે 1 વાગ્યે ઝજ્જર કોટલી ખાતે યોજાશે. પ્રેસ કોન્ફરન્સ બાદ રાહુલ ગાંધી ઉધમપુરથી રામબન જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -