Breaking News Live: ઉમર અબ્દુલ્લા ભારત જોડો યાત્રામાં જોડાયા, હિમાચલ પ્રદેશના ચંબામાં ગ્લેશિયર તૂટ્યું

બાગેશ્વર બાબાના હિંદુ રાષ્ટ્રના નિવેદન પર વિવાદ ચાલુ છે. અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું છે કે ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર બની શકે નહીં.

gujarati.abplive.com Last Updated: 27 Jan 2023 02:54 PM
સાંજે 4 વાગ્યે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ અંગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સાંજે 4 વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે યોજાશે. જેમાં પીએમ મોદી, નડ્ડા, અમિત શાહ સહિત તમામ સભ્યો અને રાજ્યોના નેતાઓ સામેલ થશે.

ભારતીય મા-દીકરીએ બનાવેલી રંગોળીને સિંગાપોર બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે

સિંગાપોરમાં 26,000 આઈસ્ક્રીમની લાકડીઓ વડે પ્રખ્યાત તમિલ વિદ્વાનો અને કવિઓની છ મીટર લાંબી અને એટલી જ પહોળી રંગોળી બનાવવા બદલ એક ભારતીય મહિલા અને તેની પુત્રીનું નામ સિંગાપોર બુક ઑફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. સુધા રવિએ અગાઉ 2016માં 3,200 ચોરસ ફૂટ લાંબી રંગોળી બનાવીને સિંગાપોર બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.

કોર્ટે જેકલીન ફર્નાન્ડિસને દુબઈ જવાની મંજૂરી આપી

દિલ્હીની એક કોર્ટે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને શુક્રવારે દુબઈ જવાની મંજૂરી આપી છે. જેકલીન 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. આ કેસના આરોપીઓમાં કથિત ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર પણ સામેલ છે.

નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના બનિહાલમાં ભારત જોડો યાત્રામાં જોડાયા

નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના બનિહાલમાં ભારત જોડો યાત્રામાં જોડાયા.


સિંધુ જળ સંધિમાં સુધારા માટે ભારતે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે

ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિમાં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે ઈસ્લામાબાદ દ્વારા આ સંધિના અમલીકરણ અંગેના વલણને કારણે આ નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ 25 જાન્યુઆરીએ ઇન્ડસ વોટર કમિશનર્સ દ્વારા મોકલવામાં આવી હતી. ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને પત્ર અને ભાવનાથી અમલમાં મૂકવા માટે એક મજબૂત સમર્થક અને જવાબદાર ભાગીદાર રહ્યું છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી20

ndia vs New Zealand 1st T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે આજે ત્રણ મેચનો ટી20 સીરીઝની પ્રથણ મેચ રમાશે. આજે 27 જાન્યુઆરીએ બન્ને ટીમો રાંચીના મેદાનમાં ફરી એકવાર આમને સામને ટકરાશે. ભારતીય ટીમ આ પહેલા ઘરેલુ મેદાન પર જ કીવી ટીમને ત્રણ મેચોની વનડે સીરીઝમાં હરાવી ચૂકી છે, હવે ટી20 સીરીઝમાં પણ ટીમ ઇન્ડિયાનો આ જ પ્રયાસ રહશે. 

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે પોલીસે રજૂ કરી ચાર્જશીટ, આરોપી તરીકે જયસુખ પટેલનું નામ સામેલ

મોરબીઃ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબીની સેશન્સ કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. મોરબીની કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 10મા આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલનું નામ નામ સામેલ છે. અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે 30 ઓક્ટોબર, 2022 ના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેમાં 135 લોકોના મોત થયા હતા


ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખભાઇ પટેલનું નામ સામેલ છે. જયસુખ પટેલ વિરુદ્ધ કલમ  308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી રજૂ કરશે.


મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે હાઇકોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતુ. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.

Mehsana: એક દિવસમાં બે હિટ એન્ડ રનની ઘટના, બે લોકોના કરૂણ મોત

Mehsana: મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના સતત વધી રહી છે. એક જ દિવસમાં બે અલગ અલગ ઘટનામાં બે લોકોના કરૂણ મોત થયા છે. મેવડ બસ સ્ટેન્ડ પાસે અજાણ્યાં વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત થયું છે. રોડ પર ઉભેલા વ્યક્તિને અજાણ્યો વાહન ચાલક ટકકર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


બીજી ઘટના મહેસાણા મહેસાણા ઉંઝા રોડ પર ભાંડુ ગામના પાટિયા પાસે બની હતી. જેમાં રોડ પર ચાલતા જતા યુવાનને કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકનું નામ અજય કુમાર પટેલ હોવાનું જાણવા મળ્યું છે.

Bilal al-Sudani Killed: અમેરિકાના સ્પેશ્યલ ફોર્સનું સોમાલિયામાં ઓપરેશન, ISISનો ટોચના આતંકી સહિત 10 આતંકી ઠાર

US Special Forces Killed Terrorist: અમેરિકાના સ્પેશિયલ ફોર્સે ઉત્તરી સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધર્યું હતું. અમેરિકન સેનાએ બુધવારે (25 જાન્યુઆરી) ઉત્તરી સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના ટોચનો આતંકી બિલાલ અલ-સુદાનીને તેના 10 સહયોગીઓ સહિત એક ખાસ સૈન્ય ઓપરેશનમાં મારી નાખ્યા હતા. અમેરિકી સેનાની કાર્યવાહીમાં કોઈપણ નાગરિક ઘાયલ કે માર્યા ગયાના સમાચાર નથી.

Ahmedabad: પોલીસ કમિશ્નર ઓફિસ પાસેથી પકડાઈ દારૂ ભરેલી ટ્રક, સ્ટેટ મોનિટરિંગ સેલે કરી 10 લોકોની ધરપકડ

Ahmedabad News: અમદાવાદમાં શાહીબાગમાં આવેલી પોલીસ કમિશ્નરની ઓફિસના થોડા અંતરેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ગુજરાત લઘુ એસ્ટેટ ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે એસએસસી ત્રાટકી હતી. પોલીસે 11,366 વિદેશી દારૂની બોટલો સહિત 26.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ હેરાફેરી થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

EDએ જેકલીન ફર્નાન્ડીઝની વિદેશ જવાની પરવાનગી માંગતી અરજીનો વિરોધ કર્યો હતો

EDએ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની વિદેશ જવાની અરજીનો વિરોધ કર્યો છે. EDએ કહ્યું કે અગાઉ પણ તેણે દુબઈમાં તેની માતાને મળવાની પરવાનગી માંગી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ તેણે 16 જાન્યુઆરીએ દુબઈ જવાની પરવાનગી માંગી હતી અને કોઈપણ કારણ આપ્યા વિના અરજી પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ દુબઈમાં 27 થી 30 જાન્યુઆરી દરમિયાન પેપ્સીકોની ઈવેન્ટમાં હાજરી આપવા માટે પરવાનગી માટે નવી અરજી દાખલ કરી.

દિલ્હીઃ ઘોડા પર બેઠેલા વરને સગીરાએ લૂંટ્યો

રાજધાની દિલ્હીમાં ઘોડી પર બેઠેલા વર સાથે લૂંટની ઘટના સામે આવી છે. સગીરે વરરાજાના ગળામાંથી નોટોની માળા ખેંચી લીધી. આ ઘટના દિલ્હીના માયાપુરી વિસ્તારમાં બની હતી. હારમાં 500ની 329 નોટો હતી. આશરે 1 લાખ 65 હજારની આ લૂંટનો ભેદ ઉકેલતાં પોલીસે સગીરની ધરપકડ કરી હતી.

DU માં આજે PM મોદી પર બનેલ ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ

પીએમ મોદી પર બીબીસી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ આજે દિલ્હી યુનિવર્સિટીમાં યોજાશે. NSUI સાંજે 4 વાગ્યે અને BASFના વિદ્યાર્થીઓ સાંજે 5 વાગ્યે સ્ક્રીનિંગ કરશે. જ્યારે કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે DU પ્રશાસને સ્ક્રીનિંગ માટે પરવાનગી આપી નથી.

PM આજે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન વિદ્યાર્થીઓની પરીક્ષાને લગતા તણાવ અને અન્ય મુદ્દાઓને લગતા પ્રશ્નોના જવાબ આપશે. મુંબઈની ઘણી શાળાઓમાં પણ પીએમના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેની એક સરકારી શાળામાં બાળકો સાથે હાજર રહેશે.

હિમાચલ પ્રદેશના ચંબામાં ગ્લેશિયર તૂટ્યું, બે ગામોનો સંપર્ક તૂટી ગયો

હિમાચલ પ્રદેશના ચંબાથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં પાંગી ખીણમાં ગ્લેશિયર તૂટ્યું છે. ગ્લેશિયર તૂટવાની તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ છે. એવું લાગે છે કે ગ્લેશિયરની નદી વહી રહી છે. ગ્લેશિયર તૂટવાને કારણે બે ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

નેપાળ વિમાન દુર્ઘટનાઃ સિંગાપોરમાં બ્લેક બોક્સની તપાસ થશે

સિંગાપોરનું પરિવહન મંત્રાલય નેપાળના તપાસ અધિકારીઓની વિનંતી પર ક્રેશ થયેલી યેતી એરલાઇન્સની ફ્લાઇટ 691ના બ્લેક બોક્સની તપાસ કરશે. 'યેતી એરલાઈન્સ'નું વિમાન 15 જાન્યુઆરીએ પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 72 લોકોના મોત થયા હતા.

સુરતમાં ગઈકાલે રાત્રે કારના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી.

ગુજરાતના સુરતમાં ગઈકાલે રાત્રે કારના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં શોરૂમ બિલ્ડિંગથી લઈને ત્યાં હાજર દરેક વસ્તુ આગના ગોળામાં ફેરવાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 20 ગાડીઓ દોડી આવી હતી અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. ઘણા કલાકોની મહેનત બાદ ફાયર બ્રિગેડના ડઝનબંધ કર્મચારીઓએ ભારે જહેમતથી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો.

AMUમાં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં 'અલ્લાહ હુ અકબર'ના નારા લાગ્યા

AMU એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં છે. AMUનો એક વીડિયો વિવાદનું કારણ બન્યો છે, જે ઝડપથી વાયરલ થયો અને વિવાદ ઉભો થયો. હકીકતમાં AMUમાં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં 'અલ્લાહ હુ અકબર'ના નારા લાગ્યા હતા. હિન્દુ મહાસભાના નેતાએ કહ્યું કે યુનિવર્સિટીમાં ટુકડે-ટુકડે ગેંગ સક્રિય છે.

યુક્રેનમાં રશિયન મિસાઈલ હુમલામાં 11ના મોત, અમેરિકાએ વખોડી કાઢ્યું

યુક્રેન પર રશિયન મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. આ સિવાય લડાઈમાં 11 લોકો ઘાયલ પણ થયા છે. સૌથી વધુ નુકસાન કિવમાં મકાનોને થયું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે નિયમિત બ્રીફિંગમાં યુક્રેન પર હુમલાની નિંદા કરી હતી અને ઘાયલ થયેલા તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક

આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડને લઈને બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.

પૂંચમાં પૂર્વ ધારાસભ્યના ઘરે ગ્રેનેડ મળ્યા બાદ ખળભળાટ

જમ્મુમાં, પૂંચ જિલ્લાના સુરનકોટના પૂર્વ ધારાસભ્ય ચૌધરી મોહમ્મદ અકરમના ઘરે ગ્રેનેડ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલા 20 જાન્યુઆરીની રાત્રે પણ ગ્રેનેડ હુમલો થયો હતો.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 27th January 2023: પીએમ મોદી આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે વાત કરશે. પરિક્ષા પે ચર્ચા એ વાર્ષિક કાર્યક્રમ છે જેમાં વડાપ્રધાન આગામી બોર્ડની પરીક્ષાઓ માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે. આ વખતે 38 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમના માટે પીએમ મોદી વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા આપવા માટે ટીપ્સ આપશે એટલું જ નહીં, વાલીઓ અને શિક્ષકો સાથે પણ વાતચીત કરશે.


પૂર્વોત્તરમાં ચૂંટણીને લઈને આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં બેઠક થશે. આ બેઠકમાં પીએમ મોદી પણ હાજરી આપશે. આ પહેલા એક દિવસ પહેલા ત્રિપુરા ચૂંટણીને લઈને જેપી નડ્ડાના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહમંત્રી પણ હાજર રહ્યા હતા.


રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો યાત્રા' એક દિવસના આરામ બાદ આજે જમ્મુ કાશ્મીરના બનિહાલથી ફરી શરૂ થશે. આ ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં રેલી બાદ સમાપ્ત થશે. સવારે 10 વાગ્યે બનિહાલ ટોલ પ્લાઝા પર આ યાત્રા છૂટશે. આ યાત્રા સવારે 11 વાગ્યે આર્મી ગુડવિલ પબ્લિક સ્કૂલથી આગળ વધશે.


બાગેશ્વર બાબાના હિંદુ રાષ્ટ્રના નિવેદન પર વિવાદ ચાલુ છે. અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું છે કે ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર બની શકે નહીં. બાગેશ્વર બાબા દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. બાગેશ્વર બાબાથી મુસ્લિમોને તકલીફ છે, બાગેશ્વર બાબા દેશના મુસ્લિમોને પરેશાન કરી રહ્યા છે.


દિલ્હીમાં પણ આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 29 જાન્યુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે. દિલ્હીમાં પણ આગામી થોડા દિવસો સુધી વાદળછાયું રહેવાની શક્યતા છે અને ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.