Breaking News Live Updates: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી થઈ જાહેર, આ તારીખે થશે મતદાન
Breaking News Live Updates : દેશ-દુનિયા, રમત ગમત, રાજકારણ સહિતના તમામ બ્રેકિંગ ન્યૂઝ જાણવા અમારી સાથે જોડાયેલા રહો.
ભારતની 95 વર્ષીય ભગવાનની દેવી ડાગરે પોલેન્ડના ટોરુન ખાતે 9મી વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપ 2023માં 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણીએ 60 મીટર દોડ, શોટપુટ અને ડિસ્કસ થ્રોમાં મેડલ જીત્યા હતા.
કોચી એરપોર્ટ પર ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 48 લાખ રૂપિયાનું સોનું પકડાયું. પ્રથમ, 36 લાખથી વધુની કિંમતની 5 સોનાની ચેન અને 2 બંગડીઓ સાથે એક મહિલાને પકડી પાડવામાં આવી હતી, બીજા અને ત્રીજા કિસ્સામાં, બે પુરુષોને સોનાના બિસ્કિટ સાથે પકડવામાં આવ્યા હતા, તેમાંથી 2 પાસે રૂ.થી વધુની કિંમતનું સોનું હતું. આગળની કાર્યવાહી ચાલુ છે.
લોકસભાની સદસ્યતા રદ થયા બાદ રાહુલ આજે પહેલીવાર સંસદમાં પહોંચ્યા છે. રાહુલ ગાંધી સીપીપી કાર્યાલયમાં લોકસભા અને રાજ્યસભાના કોંગ્રેસના સાંસદોની બેઠકમાં ભાગ લેશે.આ દરમિયાન રાહુલ ગાંધી સાવરકર વિવાદને લઈને શિવસેના (યુબીટી)ના વરિષ્ઠ નેતા સંજય રાઉતને મળ્યા હતા. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ બુધવારે રાહુલ ગાંધી દ્વારા વીડી સાવરકરને લઈને કરેલી ટિપ્પણી સાથે જોડાયેલા મામલાની પૃષ્ઠભૂમિમાં મુલાકાત થઈ હતી. તેણે એમ પણ કહ્યું કે બધુ બરાબર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.
પીડીપીના વડા મહેબૂબા મુફતીએ કહ્યું, લોકશાહીના પાયા હલી ગયા છે. પહેલા મુસ્લિમ સમુદાય ટાર્ગેટ હતો, પછી દલિતો આવશે અને પછી અન્ય સમુદાયો, અને આખરે તે બધા વિરુદ્ધ ભાજપ હશે. વિપક્ષ કોંગ્રેસ સાથે મળીને આવે તે સારું છે કારણ કે લોકશાહી બચાવવાનો આ એકમાત્ર રસ્તો છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે. 10 મેના રોજ એક જ તબક્કામાં કર્ણાટકમાં ચૂંટણી યોજાશે. જ્યારે 13 મેના રોજ મતગણતરી થશે. ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સંબોધિત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી, 36 બેઠકો SC અને 15 બેઠકો ST માટે આરક્ષિત છે. આ ચૂંટણીમાં કુલ 5,21,73,579 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
રાજીવ કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં 18 થી 19 વર્ષની વય વચ્ચે 9,17,241 પ્રથમ વખત મતદારો છે. એટલું જ નહીં, 17 વર્ષની વયના 1,25,406 યુવાનોએ આગોતરી અરજી આપીને મતદાર યાદીમાં નામ નોંધાવ્યા છે. ચૂંટણી કમિશનરે કહ્યું કે કર્ણાટકમાં નવા મતદારોને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જો કે વૃદ્ધ મતદારો માટે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે બેસીને મતદાન કરી શકશે.
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સંબોધિત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી, 36 બેઠકો SC અને 15 બેઠકો ST માટે આરક્ષિત છે. આ ચૂંટણીમાં કુલ 5,21,73,579 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
બીજેપી સાંસદ ગિરીશ બાપટને દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે ગંભીર રીતે બીમાર છે અને હાલમાં લાઇફ સપોર્ટ ટ્રીટમેન્ટ પર છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી, આરજેડી સાંસદ અને તેમની પુત્રી મીસા ભારતીના કેસની નવી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં બુધવારે (29 માર્ચ) ફરી સુનાવણી થશે. અગાઉ, 15 માર્ચે કોર્ટે આરોપીને રૂ.500ના બોન્ડ પર જામીન આપ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીની થી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે.
અદાણી જૂથના મુદ્દા અને રાહુલ ગાંધીની ગેરલાયકાત અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસના સાંસદ મણીક્કમ ટાગોરે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી.
કર્ણાટક વિધાનસભાની 2018ની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. 224 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં બહુમતી માટે જરૂરી 113નો જાદુઈ આંકડો પાર કરી શકી નહોતી. બીજી તરફ કોંગ્રેસને 78 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
ગુજરાત રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. રાજ્યમાં ગત ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને રેકોર્ડ 156 બેઠક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે આજે ભુપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્ર પટેલની સરકારના 100ની ઉજવણી કરવામાં આવશે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Updates: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આજે સવારે 11.30 વાગ્યે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. એવું માનવામાં આવે છે કે કર્ણાટકમાં ગત વખતની જેમ આ વખતે પણ એક જ તબક્કામાં મતદાન કરાવવાની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
2018ની ચૂંટણીના પરિણામો શું હતા
2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 224 બેઠકોવાળી વિધાનસભામાં 104 બેઠકો જીતી હતી. સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહી હતી. જેડીએસ અને કોંગ્રેસે ચૂંટણી પછીના ગઠબંધનમાં સરકાર બનાવી. બાદમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાથી કુમારસ્વામી સરકારનું પતન થયું. ધારાસભ્યોના પક્ષપલટા બાદ ભાજપે બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી.
યેદિયુરપ્પાએ સીએમ પદ છોડી દીધું હતું
જો કે, કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ 26 જુલાઈ 2021 ના રોજ, તેમના ચોથા કાર્યકાળની બીજી વર્ષગાંઠના રોજ મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. 28 જુલાઈ 2021ના રોજ બસવરાજ બોમાઈએ તેમનું સ્થાન લીધું. રાજ્યમાં હવે ચૂંટણી થવાની છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને આંતરિક કલહમાંથી પસાર થઈ રહ્યા છે. ભાજપ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને સીએમ બસવરાજ બોમાઈ વચ્ચેના મતભેદોને ઉકેલવામાં વ્યસ્ત છે. તે જ સમયે, કોંગ્રેસ કર્ણાટક પ્રમુખ ડીકે શિવકુમાર અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એક કરવામાં વ્યસ્ત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -