Breaking News Live: OBC અને 20 SC/ST સંગઠનો સ્વામી પ્રસાદ મૌર્યનું સન્માન કરશે, લખનઉના પરિવર્તન ચોકથી પદયાત્રા કાઢશે
રામચરિતમાનસના વિરોધીઓ અંગે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, રામચરિતમાનસનું અપમાન કરનારાઓએ ભારતમાં રહેવાની જરૂર નથી.
સંયુક્ત આરબ અમીરાતના એક જિલ્લાનું નામ બદલવામાં આવ્યું છે. UAEના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે રવિવારે (29 જાન્યુઆરી) અલ મિન્હાદ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોનું નામ બદલીને 'હિંદ સિટી' રાખ્યું. યુએઈની સત્તાવાર સમાચાર એજન્સી ડબલ્યુએએમએ મિન્હાદ જિલ્લાના નામ બદલવાની માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'હિંદ સિટી'નો વિસ્તાર 83.9 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ જગ્યા ઘણા મહત્વપૂર્ણ રસ્તાઓ દ્વારા જોડાયેલ છે.
Junior Clerk Paper Leak Case Update: ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટયું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 16 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર અને ઓરિસ્સામાં પેપર લીક થવાનું કનેક્શન સામે આવ્યું છે.આ મામલે 15 આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ આગામી 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રહેશે.
Ahmebabad: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે. વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો. નિર્મલા સીતારમણ આવતીકાલે (1 ફેબ્રુઆરી) 2023-24નું બજેટ રજૂ કરશે.
રાષ્ટ્રપતિના સંબોધન પર બોલતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ સંબોધન પુનરોચ્ચાર કરે છે કે સરકાર શું ઈચ્છે છે અને શું કરે છે. રાષ્ટ્રપતિ સરકારનું નિવેદન રજૂ કરે છે, છતાં અમે રાષ્ટ્રપતિના ભાષણને માન આપીએ છીએ. જ્યારે ગૃહમાં ચર્ચા થશે, ત્યારે અમે અમારા મંતવ્યો રજૂ કરીશું. સરકાર સામે અનેક મુદ્દાઓ છે.
સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યનું સન્માન કરવામાં આવશે. આવતીકાલે, 20 SC/ST અને OBC સંગઠનો ધાર્મિક ગ્રંથોના વિરોધમાં 1 ફેબ્રુઆરીએ લખનૌમાં પદયાત્રા કાઢશે. આ પદયાત્રા પરિવર્તન ચોકથી શરૂ થઈ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુધી થશે જેમાં અનેક આગેવાનો ભાગ લેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, સરકારના લગભગ 9 વર્ષમાં ભારતના લોકોએ પહેલીવાર ઘણા સકારાત્મક ફેરફારો જોયા છે. સૌથી મોટો બદલાવ એ થયો છે કે આજે દરેક ભારતીયનો આત્મવિશ્વાસ ચરમસીમાએ છે અને વિશ્વનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે.
જમ્મુ અને કાશ્મીર: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ગાંદરબલના તુલમુલ્લા ખાતે ખીર ભવાની દુર્ગા મંદિરની મુલાકાત લીધી હતી.
મહારાષ્ટ્ર: પુણે જિલ્લાના પિંપરી ચિંચવાડના કાસરવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે નજીકના ટાયર ગોડાઉનમાં આગ ફાટી નીકળ્યા બાદ સલામતીના પગલા તરીકે મેક્સ ન્યુરો હોસ્પિટલમાંથી 19 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં આગને કાબુમાં લેવામાં આવી હતી.
નવી મુંબઈના પડોશી શહેર પનવેલમાં ઓટોરિક્ષામાં લિફ્ટ આપવાના બહાને એક મહિલા પર બળાત્કાર કરવા બદલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજો ફરાર છે.
શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે એરપોર્ટ પર અટવાયેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓ રાષ્ટ્રપતિના સંબોધન માટે પહોંચી શકશે નહીં.
Paper Leak Case: જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે સોમવારે ATS દ્વારા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે બાદ કોર્ટે 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજ્યમાં હવે પેપર ફૂટતા અટકે તે માટે આગામી બજેટ સત્રમાં સરકાર કાયદો ઘડશે. જેમાં પેપર વેચનાર અને ખરીદનાર બંનેને કડક સજા થશે. પેપર વેચનારને 7 વર્ષ કે તેથી વધુની સજાની નવા કાયદામાં જોગવાઈ હશે.નવા કાયદામાં પેપર ખરીદનારને 3 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હશે. પેપર ફોડનાર અને ખરીદનારા સામે બિનજામીપાત્ર ગુનો દાખલ થશે તથા પેપર ખરીદનાર પર આજીવન ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકાશે.
મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસની ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના ચેરમેન જયસુખ પટેલના પાપનો પર્દાફાશ થયો હતો. પોલીસ ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, ૧૫ વર્ષના માટે મેનેજમેન્ટ, મેન્ટનાસ, સિક્યુરિટી, ટિકીટ તથા તમામ એડમિનિસ્ટ્રેશન કામ કરવા ઓરેવા ગ્રુપ દ્ધારા કરાર મેળવવામાં આવ્યો હતો. બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનો ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે.
ચાર્જશીટમાં ખુલાસો થયો હતો, ઝૂલતા બ્રિજના 49માંથી 22 તાર કટાઇ ગયા હતા. ટેકનિકલ સંસ્થા પાસેથી પુલની સ્ટ્રેન્થનું સ્ટેબિલિટી સર્ટીફિકેટ ન મેળવ્યાનો પણ જયસુખ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તે સિવાય પુલ રિપેરીંગ કર્યા સિવાય નિયમોનો ભંગ કરી આઠથી 12 મહિનાના સ્થાને છ મહિનામાં જ પુલ ફરી શરૂ કરી દેવાયો હતો. ચાર્જશીટમાં જયસુખ પટેલ ભાગેડુ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2008માં નવ વર્ષ માટે 300 રૂપિયાના નો જ્યુડી પેપર પર કરાર કરવામાં આવ્યા હતા.
ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે, અકસ્માત સમયે ૪૦૦થી વધુ લોકોને પુલ પર જવા દેવાયા હતા. ટેકનિકલ માણસોની જગ્યાએ ફ્રેબિકેશનનાં જાણકાર માણસોને આ પુલના રિપેરીંગનું કામ આપી દીધું હતું. ઓરેવા કંપનીએ પોતાના અંગત લાભ માટે વહેલો ખુલ્લો મૂક્યો હતો હતો. અકસ્માત બાદ ઓરેવા ગ્રુપે બચાવ કામગીરી સહિતના કામોમાં સહકાર ના આપ્યો હોવાનો ખુલાસો થયો હતો.
Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. લીબંડી-અમદાવાદ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં બે પુરૂષોના ઘટના સ્થળે અને એક મહિલાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે મોત થયું છે.
અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 દ્વારા લીંબડી તેમજ પાણશીણા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે એક મહિલાને રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મહિલા નું મોત પણ નીપજ્યું હતું. ઇક્કો ગાડીમાં કુલ 5 લોકો સવાર હતા. રાજસ્થાનથી રાજકોટ પરત ફરી રહ્યાં ત્યારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ઇક્કોના ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાં રોડની સાઇડ પર ઉભેલી આઇસર સાથે અથડાઇ હતી. આ ઘટના આજે વહેલી સવારે નેશનલ હાઇવે લીંબડીનાં ચોરણીયા 66 કેવી સબ સ્ટેશન પાસે બની હતી.
Threat to Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપી વ્યક્તિ મુંડકાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. આરોપીનું નામ જય પ્રકાશ જણાવવામાં આવ્યું છે. આ વ્યક્તિએ મોડી રાત્રે પોલીસને ફોન કરીને કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ સોમવારે રાત્રે 12.05 વાગ્યે પીસીઆર કોલ કરીને અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપી હતી. કોલ પછી દિલ્હી પોલીસ એક્શનમાં આવી અને તેની ઓળખ કરી હતી. થોડી જ વારમાં આરોપી ઝડપાઇ ગયો હતો. આરોપીની સારવાર દિલ્હીના ગુલાબી બાગમાં ચાલી રહી છે, જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી.
યુએસ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક આજે NSA અજીત ડોભાલને મળ્યા હતા. તે ભારત-યુએસ દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ પર ફળદાયી ચર્ચા હતી.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા સંસદમાં કાશ્મીરી પંડિતોનો મુદ્દો ઉઠાવશે. તેમણે કહ્યું કે, જે કાશ્મીરી પંડિત નોકરીમાં છે તેમને પગાર નથી મળી રહ્યો. આવી સ્થિતિમાં, તે ખીણમાં પાછા જઈ શકતા નથી.
બજેટ સત્ર: આમ આદમી પાર્ટી (AAP) આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણનો બહિષ્કાર કરશે. સંબોધન સમયે પાર્ટીના સાંસદો સંસદ ભવન બહાર રહેશે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રામચરિતમાનસના વિરોધીઓ પર ગુસ્સે છે. તેમણે કહ્યું કે રામચરિતમાનસનું અપમાન કરનારાઓએ ભારતમાં રહેવાની જરૂર નથી.
અમેરિકન મીડિયા અને સમાચાર કંપની એબીસી ન્યૂઝે લેકલેન્ડ પોલીસ વિભાગને ટાંકીને જણાવ્યું હતું કે, ફ્લોરિડામાં સામૂહિક ગોળીબારમાં નવ લોકો ઘાયલ થયા છે.
જૂના ચાર્મ અને નવા શીર્ષક સાથે લોકો આજથી અમૃત ઉદ્યાન જોવા માટે રાષ્ટ્રપતિ ભવન જઈ શકશે. અમૃત ઉદ્યાન 26 માર્ચ સુધી લોકો માટે ખુલ્લો રહેશે. તમને જણાવી દઈએ કે, મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે.
સુરતની મહિલા પર બળાત્કારના કેસમાં ગાંધીનગર કોર્ટ આજે આસારામને સજા સંભળાવશે. આસારામ વિરુદ્ધ 10 વર્ષ પહેલા FIR નોંધવામાં આવી હતી. તે જ સમયે, તેને 30 જાન્યુઆરીએ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
યુએસ ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન 11 મેના રોજ કોરોના વાયરસ ઈમરજન્સી ડિક્લેરેશનને ખતમ કરશે.
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થશે. સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. સાથે જ આ ભાષણ બાદ આર્થિક સર્વે પણ રજૂ કરવામાં આવશે.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Updates 31st January' 2023: આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ભાષણ બાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બીજી તરફ બજેટ સત્રના બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે.
બજેટ સત્ર પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. અધિકારીઓની સાથે લોકસભા ચેમ્બરથી સેન્ટ્રલ હોલ સુધીનું નિરીક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવા સૂચનાઓ પણ આપી હતી.
રામચરિતમાનસ વિવાદ
રામચરિતમાનસના વિરોધીઓ અંગે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, રામચરિતમાનસનું અપમાન કરનારાઓએ ભારતમાં રહેવાની જરૂર નથી. હકીકતમાં પોલીસે લખનૌમાં રામચરિતમાનસની કોપી સળગાવવાના આરોપમાં 5 લોકોની ધરપકડ કરી છે. ઓબીસી મહાસભાએ આનો આરોપ લગાવ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું, જેના વાયરલ વીડિયોના આધારે પોલીસે ધરપકડ કરી હતી. રામચરિતમાનસની નકલો સળગાવવા પર સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, કાયદો હાથમાં ન લેવો જોઈએ.
પીએમ મોદી કર્ણાટકના પ્રવાસે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે. પીએમ ઈન્ડિયા એનર્જી વીક, 2023નું ઉદ્ઘાટન કરશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે તુમાકુરુમાં HALની હેલિકોપ્ટર ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. પીએમ મોદીએ આ મહિનામાં બે વખત કર્ણાટકની મુલાકાત લીધી છે. કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
દિલ્હીમાં આજે પણ વરસાદની આગાહી
પંજાબ, હરિયાણા, યુપી અને દિલ્હીમાં આજે પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શીતલહેરની કોઈ અપેક્ષા નથી, 2 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. જમ્મુ કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. આગામી ચાર સિઝન આમ જ રહેશે. એરપોર્ટ પર તમામ 68 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -