Breaking News LIVE: શ્રીલંકામાં દેખાવકારોએ રાષ્ટ્રપતિ હાઉસને ઘેર્યું, નિવાસ સ્થાન છોડીને ભાગ્યા રાજપક્ષે

Breaking News LIVE 9 July Updates: જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Jul 2022 04:25 PM
શ્રીલંકામાં વિરોધ વચ્ચે પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ કહી આ વાત

શ્રીલંકામાં વિરોધ વચ્ચે પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ કહી આ વાત

મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન

સમાજવાદી પાર્ટીનાૉ સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન થયું છે. સાધના ગુપ્તાને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસામાં ઈન્ફેક્શન હતું. છેલ્લા એક સપ્તાહથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. આ અગાઉ તેમની સારવાર લખનૌની મેદાંતા હોસ્પિટલમાં ચાલતી હતી, પરંતુ જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા ગુડગાંવ લાવવામાં આવ્યા, જે બાદ આજે તેનું નિધન થયું હતું.

શ્રીલંકામાં ફરી લોકોનો ફાટી નીકળ્યો આક્રોશ

શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે લોકોનો ગુસ્સો હજુ શમ્યો નથી. દેશભરમાં તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ રાજપક્ષે તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા.

દીવ નગર પાલિકામાં કોંગ્રેસના શાસનનો અંત

દીવ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ  જાહેર થયું છે. 15 વર્ષ બાદ દીવ પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. અહીં છેલ્લા 15 વર્ષ થી કોંગ્રેસ નો કબ્જો હતો. દીવમાં કુલ 13 વોર્ડ પૈકી 7 વોર્ડનું આવ્યું પરિણામ જાહેર થયું છે અને તમામ સાતેય બેઠક ભાજપે જીતી છે. છ વોર્ડ પહેલા જ ભાજપે બિન હરીફ કબ્જે કર્યા હતા.આમ તમામ બેઠકો સાથે ભાજપે દીવ પાલિકા કબ્જે કરી.

મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે પહોંચ્યા ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના નિવાસ સ્થાને

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થઈ શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જેપી નડ્ડાના નિવાસ સ્થાને પહોંચ્યા છે. જેમાં મંત્રીમંડળને લઈ ચર્ચા થઈ શકે છે.





અમરનાથમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન

અમરનાથમાં વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. આ અંગે એનડીઆરએફના ડીજી અતુલ કરવલે જણાવ્યું કે 16 લોકોના મોત થયા છે અને 40 લોકો ગુમ છે. ગઈકાલે બચાવ કાર્ય સાંજે 4.30 વાગ્યા સુધી ચાલ્યું હતું, ત્યારબાદ વરસાદના કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને સવારે 6 વાગ્યાથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

પીએમ મોદી બાબા બૈદ્યનાથના દર્શન કરશે

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, 12 જુલાઈએ પીએમ મોદી 400 કરોડના ખર્ચે બનેલા દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. જે બાદ તેઓ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક બાબા બૈદ્યનાથના દર્શન કરશે.





અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના સ્થળે પહોંચ્યા Lt Gen ADS Aujla

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 18 હજારથી વધુ કેસ

ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં18,840 નવા કેસ નોંધાયા અને 43 સંક્રમિતોના મોત થયા  હતા. જ્યારે 16,104 સંક્રમિતો સાજા થયા હતા.  એક્ટિવ કેસ 1.25 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.25 ટકા છે.   દેશમાં એક્ટિવ કેસ 1,25,028 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,386  થયો છે. અત્યાર સુધીમાં 4,29,53,980 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 198,65,36,288 થયો છે, જેમાંથી ગઈકાલે  12,26,795 ડોઝ આપવામાં આવ્યા હતા.

જમ્મુના ડોડા જિલ્લામાં વાદળ ફાટ્યું

અમરનાથ ગુફામાં વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહી હજુ અટકી નથી ત્યાં જ જમ્મુના ડોડા જિલ્લાના થથરીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જો કે તેમાં કોઈ નુકસાન થયું નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે વાદળ ફાટવાના કારણે ઘણા વાહનો અને મકાનો કાટમાળમાં દટાયા છે.

બ્રેકગ્રાઉન્ડ

Breaking News LIVE Updates:  જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા હોવાનું કહેવાય છે. એનડીઆરએફ અને સેનાના જવાનો બચાવ કામગીરીમાં લાગેલા છે. કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ઘાયલોને હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.   

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.