ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ભયજનક ઘટના ઘટી છે. ભોપાલમાં એક લગ્નમાં દુલ્હનને કોરોના સંક્રમિત નીકળતો, 35 જાનૈયાઓને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ લગ્ન શહેરના જાટખેડીમાં 18 મેએ થયા હતા, મધ્યપ્રદેશના ગૃહ તથા સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ આ વાતની જાણકારી આપી છે.


નરોત્તમ મિશ્રાએ ગુરુવારે સંવાદદાઓને જણાવ્યુ કે, ભોપાલાના મિસરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જાટખેડી એક નવો પ્રતિબંધિત વિસ્તાર જાહેર થયો છે, અહીં સતલાપુર ગામમાંથી એક જાન આવી હતી, આ લગ્નમાં દુલ્હન ખુદ કોરોના પૉઝિટીવ નીકળી, જેને ધ્યાનમાં રાખીને લગ્ન સમારોહમાં સામેલ થયેલા લગભગ 35 લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે.

મિશ્રાએ જણાવ્યુ કે આ લગ્નની જાનમાં કુલ 35 લોકો આવ્યા હતા. તે તમાને હાલ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.



વધુમાં જણાવ્યુ કે આ લગ્નમાં વધારે લોકો સામેલ ન હતા થયા, તેઓ એક બસ મારફતે આવ્યા હતા, એટલે હવે નિર્ણય કર્યો છે કે લગ્નમાં બસોની પરમીશન નહીં આપવામાં આવે. જો પરમીશન વિના વધારે લોકો લગ્નમાં સામેલ થશે તો પણ કેસ નોંધવામાં આવશે. હાલ લગ્નમાં સામેલ થવા માટે પ્રાઇવેટ વ્હિકલની જ અનુમતી છે.

નોંધનીય છે કે, આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતુ કે, દિશા નિર્દેશના નિયમો પ્રમાણે સંક્રમિત વિસ્તારોની બહાર લગ્નમાં બન્ને પક્ષો તરફથી 25-25 વધારેમાં વધારે 50 સભ્યોને સામેલ થવાની અનુમતી છે, પણ લગ્ન સમારોહ નથી કરી શકાતો, અને જાન લઇને પણ નથી નીકળી શકાતુ.