બેંગ્લુંરુઃ કર્ણાટકાની રાજનીતિની ઉથલપાથલ વચ્ચે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાએ શપથ લીધા હતા. યેદિયુરપ્પાએ રાજભવનમાં શપથ લીધા હતા. રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને CM તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન યેદિયુરપ્પાના સમર્થકોએ નારા લગાવ્યા હતા.


આ પહેલા યેદિયુરપ્પા રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. યેદિયુરપ્પાને લઇને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મોટુ નિવેદન આપ્યુ હતું, શાહે કહ્યું કે, યેદિયુરપ્પા અમારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે.

ગઇકાલે સ્પીકરે ત્રણ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા, જેમાં બે કોંગ્રેસના અને એક અપક્ષ ઉમેદવાર હતાં. જોકે, આ ઘટના બાદ પણ હવે યેદિયુરપ્પા રાજભવન પહોંચીને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. યેદિયુરપ્પાને બહુમતિ સાબિત કરવા માટે 7 દિવસનો સમય મળશે.