લોકસભામાં ભાજપના સાંસદ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, આ પ્રકારના નિવેદન માટે આઝમ ખાને માફી માંગવી જોઇએ. આ એવી જગ્યા નથી જ્યાં કોઇ મહિલાની આંખમાં આંખ નાખે. ઇરાનીના મતે આઝમખાન રાજીનામાનું નાટક કરી રહ્યા હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, મારા સાત વર્ષના સંસદીય કાર્યકાળમાં કોઇ પુરુષે આ પ્રકારની હિંમત કરી નથી, આ સંસદની મહિલા સાથે જોડાયેલો નથી પરંતુ આખા સમાજ સાથે જોડાયેલો છે. મહિલા કોઇ પણ પક્ષની હોય. ઘટના આ સંસદની વિશેષાધિકારનોછે. કોઇને પણ મહિલાના અપમાનનો હક નથી.
ભાજપના સાંસદ રમા દેવીએ આઝમ ખાન દ્ધારા કરવામાં આવેલી ટિપ્પણીને પર નારાજગી વ્યક્તકરી હતી. તેમણે કહ્યું કે, આઝમ ખાને ક્યારેય મહિલાની ઇજ્જત કરી નથી. અમે તમામ જાણીએ છીએ કે તેમણે જયા પ્રદાને લઇને કેવી ટિપ્પણી કરી હતી. તેમને લોકસભામાં રહેવાનો કોઇ અધિકાર નથી. હું સ્પીકરને આઝમ ખાનને સસ્પેન્ડ કરવાની માંગણી કરીશ. આઝમ ખાને પોતાના નિવેદનને લઇને માફી માંગવી જોઇએ.