Constable Raped By BSF Inspector: પશ્ચિમ બંગાળમાં બીએસએફ (BSF) ની એક મહિલા કૉન્સ્ટેબલની સાથે કથિત દુષ્કર્મના આરોપમાં બીએસએફના ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ઝીરો એફઆઇઆર (Zero FIR) નોંધવામાં આવી છે. કોલકત્તા પોલીસે દાવો કર્યો છે કે, બીએસએફ કર્મી વિરુદ્ધ અહીં કોઇ એફઆઇઆર નોંધવામાં નથી આવી, મામલો નદિયા પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. 


આ ઘટના 18 ફેબ્રુઆરીની બતાવવામાં આવી રહી છે. જ્યારે મહિલા કૉન્સ્ટેબલ પશ્ચિમ બંગાળની નદિયા ચોકી પર તૈનાત હતી, બાદમાં તેને કોલકત્તાની એક સેના હૉસ્પીટલમાં મોકલવામા આવી હતી. આ પછી મહિલાને સરકારી એસએસકેએમ હૉસ્પીટલમાં મોકલવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો છે કે, કોલકત્તાના ભવાનીપુર પોલીસ સ્ટેશનમાં બીએસએફ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ઝીરો એફઆઇઆર નોંધવામાં આવી હતી. 


બીએસએફે શરૂ કરી મામલાની આંતરીક તપાસ - 
બીએસએફ સુત્રો અનુસાર, આ ફરિયાદ બાદ આરોપી બીએસએફ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, બીએસએફે પણ આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. જોકે હજુ સુધી આરોપીની ધરપકડ નથી કરવામાં આવી. બીએસએફના એક અધિકારીએ બતાવ્યુ કે, મામલાની જાણકારી તે દિવસે જ આપી દેવામાં આવી હતી. જોકે, અધિકારીએ વિભાગીય તપાસ પુરી થવા સુધી  આરોપી ઇન્સ્પેક્ટરની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. 


 


‘કોઇએ દારૂ પીને લગ્નમાં ન આવવું’, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ લગ્નની કંકોત્રી


રાજકોટઃ રાજકોટના હડાળા ગામના કોળી પરિવારની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. હડાળા ગામના મનસુખભાઈ સીતાપરાની દીકરીના લગ્ન હતા.  સમાજ વ્યસનમુક્ત બને તે માટે મનસુખભાઈએ આ અનોખી પહેલ કરી હતી. તેમણે લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું કે મહેરબાની કરીને કોઈએ દારૂ પીને ન આવવું. સોશિયલ મીડિયામાં લગ્નની આ કંકોત્રી ખૂબ વાયરલ થઈ રહી છે. આ મતે વર્ષ 2012માં કોળી સમાજે મીટિંગ કરી હતી. જેમાં દારૂ પીને આવનારાને 501 રૂપિયાનો દંડ નક્કી કરાયો હતો. મનસુખભાઈનું કહેવું છે કે, મારે સમાજ અને ગામને વ્યસન મુક્ત બનાવવો છે.


મનસુખભાઈની દીકરીના લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતુ કે મહેરબાની કરીને દારૂ પીને લગ્નમાં આવવું નહીં. ગામના અન્ય સમાજના લોકોએ પણ પોતાના આ નિર્ણય ને વધાવી લીધો હતો.









મનસુખભાઈની આ પહેલને હડાળા ગામના લોકોએ પણ આવકારી લીધી છે. ગામના પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ પણ મનસુખભાઈ સમાજ સુધારણાની વારંવાર પ્રશંસા કરી હતી. ગામના પૂર્વ સરપંચે પણ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે દરેક સમાજની અંદર દારૂનું દુષણ વધતું જાય છે ત્યારે સમાજની અંદર આ રીતના નિયમો બનાવવાની જરૂર છે