નવી દિલ્લી: ભારતીય સેનાએ પાકિસ્તાનની ચાર ચોકીઓ ધ્વસ્ત કર્યા બાદ બીએસએફએ જાહેરાત કરી છે કે, દીવાળી નિમિત્તે અટ્ટારી વાઘા બોર્ડર પર પાકિસ્તાન રેંજર્સ સાથે મિઠાઈની આપ-લે કરવામાં નહિ આવે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે કુપવાડાના માચ્છિલ સેક્ટરમાં એલઓસી પાસે આતંકવાદીઓ સાથે અથડામણમાં ભારતીય જવાન મદિપ સિંહ શહીદ થયા હતા. જો કે ભારતીય સેનાએ પણ એક આતંકી ઠાર માર્યો હતો.

આ પછી આતંકીઓએ જવાન મનદિપના મૃતદેહને વિકૃત કરી નાખ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ચાર ચોકીઓને ભારતીય સેનાએ ધ્વસ્ત કરી છે.