Budgam Encounter:  જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારા આતંકવાદી લતીફ રાથેર અબ્દુલ્લાને ઠાર માર્યા છે. કાશ્મીરના ADGPએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ બડગામ એન્કાઉન્ટરમાં છુપાયેલા ત્રણેય આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.






અગાઉ બુધવારે સવારે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ જિલ્લાના ખાનસાહિબ વિસ્તારમાં  ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાશ્મીર ડિવિઝન) વિજય કુમારે જણાવ્યું કે, વોન્ટેડ આતંકવાદી લતીફ રાથેર સહિત લશ્કરના ત્રણ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઘેરી લેવામાં આવ્યા હતા.


કુમારે ટ્વીટ કર્યું હતું કે એન્કાઉન્ટરમાં આતંકવાદી લતીફ રાથેર સહિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાના ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આતંકવાદી લતીફ રાહુલ ભટ અને અમરીન ભટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે.


આ આતંકવાદીઓ પર કાશ્મીરી પંડિતોની હત્યા કરવાનો આરોપ છે


અથડામણમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા શહેરમાં 12 મેના રોજ તહસીલ ઓફિસની અંદર આતંકવાદીઓએ રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેમને શરણાર્થીઓ માટેના વિશેષ રોજગાર પેકેજ હેઠળ ક્લાર્કની નોકરી મળી હતી.  થોડા દિવસો પછી લશ્કરના આતંકવાદીઓએ ટીવી કલાકાર અમરીન ભટને બડગામ જિલ્લાના ચડૂરામાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.


 


Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા


Updates: સ્ક્રીનશૉટથી લઇને સ્ટેટસ સુધીના WhatsAppમાં આવી રહ્યાં છે આ ત્રણ ધાંસૂ ફિચર, જાણો દરેક વિશે...........


Photos: ટીવીની હૉટ એક્ટ્રેસે શૉર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર શેર કર્યા ફોટોઝ, બ્લેક લૂકમાં લાગી સિઝલિંગ, જુઓ


Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે