Independecne Day 2022: આ વર્ષે લાલ કિલ્લા ઉપર સ્વતંત્રા દિવસ સમારોહમાં પ્રધાનમંત્રીને 21 તોપોની સલામી સ્વદેશી આર્ટેલરી ગન અટૈગથી આપવામાં આવશે. અત્યાર સુધી 15મી ઓગષ્ટના દિવસે જે તોપથી 21 તોપોની સલામી અપાતી હતી તે, દ્વિતીય વિશ્વયુદ્ધની 'બ્રિટિશ પાઉંડર ગન' તોપ હતી. આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) એટલે કે, આઝાદીના 75 વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસ સમારોહમાં પહેલી વખત નવી પહેલ કરવામાં આવી છે.
રક્ષા સચિવ અજય કુમારે આ વિશે બુધવારે રાજધાની દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. રક્ષા સચિવે જણાવ્યું કે, આ વર્ષે લાલ કિલ્લા ઉપર 21 તોપોની સલામીમાં 6 બ્રિટિશ પાઉંડર ગનની સાથે એક સ્વદેશી અટૈગ તોપ પણ રહેશે.
શું છે અટૈગ ગનની ખાસિયત?
એડવાંસ ટૉડ ગન સિસ્ટમ (ATAGS) ડીઆરડીઓએ ટાટા અને ભારત-ફોર્જ કંપનીઓ સાથે મળીને બનાવી છે. 155 X 52 કેલિબરની આ અટૈગ તોપની રેન્જ 40 કિલોમીટર જેટલી છે અનને જલ્દી જ ભારતીય સેનાના તોપખાનામાં અટૈગ ગનને સ્થાન આપવામાં આવશે. વર્ષ 2018માં રક્ષા મંત્રાલયે 150 અટૈગ ગન ખરીદવાની મંજૂરી આપી હતી.
દેશના દરેક જિલ્લામાંથી NCC કૈડેટ આવશેઃ
રક્ષા સચિવે જણાવ્યા મુજબ, લાલ કિલ્લામાં અસલી ગનથી ફાયર સેરોમોનિયલ થશે. આ માટે તોપના અવાજ અને ગોળાને 'કસ્ટમાઈઝ' કરવામાં આવશે. રક્ષા સચિવે જણાવ્યું કે, એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર પ્રથમ વખત દેશના બધા જિલ્લામાંથી NCC કેડેટ્સ બોલાવામાં આવ્યા છે. લાલ કિલ્લાની સામે જ્ઞાનપથ ઉપર આ કેડેટ્સ ભારતના નક્શામાં પોતાના જિલ્લાની જગ્યા પર બેસશે. વેશભુષાથી લઈને પોશાક સુધી બધુ તે તેમના વિસ્તાર મુજબ જ પહેરીને આવશે.
આ પણ વાંચોઃ
World Lion Day 2022 : આખા વિશ્વમાં એશિયાઇ સિંહ ફ્કત ગુજરાતમાં, આજે થશે ઉજવણી
Swapna Shastra: શું આપને પણ સપનામાં દેખાઇ છે આ 4 વસ્તુઓ,આવનાર મુસીબતના છે સંકેત
Zoonotic Langya virus: ચીનમાં મળ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો કેટલો છે ખતરનાક
Angarak Yog: આ રાશિ માટે 10 ઓગસ્ટ બાદનો સમય છે શુભ, આ ખતરનાક યોગથી મળશે મુક્તિ, ભાગ્યમાં થશે વૃદ્ધિ
School Closed: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ફરી સ્કૂલો થશે બંધ ? જાણો શું કહે છે એક્સપર્ટ
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં ફરી આવ્યો મોટો ઉછાળો, દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક