નવી દિલ્હી: પરંપરાગત હલવા સેરેમની સાથે નાણાકિય વર્ષ 2020-21ના બજેટ દસ્તાવેજનુ પ્રિન્ઠિંગ કામ શરૂ થઈ ગયું છે. આ હલવા સેરેમનીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ, નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર સહિત નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.


મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજુ બજેટ એક ફેબ્રુઆરી 2020 રજૂ કરવામાં આવશે. હલવા સેરેમનીમાં એક મોટી કડાઈમાં હલવો તૈયાર કરવામાં આવે છે અને નાણા મંત્રાલયના તમામ કર્મચારીઓમાં તેને આપવામાં આવે છે.

આહલવા સેરેમની સાથે લગભગ 100 કર્મચારીઓ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નોર્થ બ્લોકથી નીકળવાનું બંધ થઈ જશે. હલવા સેરેમનીને સત્તાવાર રીતે બજેટ પ્રિન્ટિંગની શરૂઆત માનવામાં આવે છે. બજેટ રજૂ થાય તે પહેલા હલવા સેરેમની યોજવાની પરંપરા છે.