કોરોનાની મહામારીથી પીડિત દેશની જનતાને રાહત મળે તેવી આશા રાખવામાં આવી રહી છે. સાથે જ સ્વાસ્થ્ય સેવા, રક્ષા પર વધુ ખર્ચના માધ્યમથી આર્થિક સુધારને પણ આગળ વધારવા પર વધુ ધ્યાન આપવામાં આવી શકે છે.
બજેટમાં વ્યાપક રૂપે રોજગાર વધારવા,ગ્રામીણ વિકાસ પર ખર્ચ વધારવા, વિકાસ યોજનાઓ માટે વધુ જોગવાઈની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તો કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે 2019 પોતાના પ્રથમ બજેટમાં ચામડાના પારંપરિક બ્રિફકેસને પણ બદલી દીધી છે. અને હવે લાલ કપડામાં પેક બજેટ રજુ કરવામાં આવશે.
નિર્મલા સિતારમણ અને બજેટ ટીમ સવારે નવ વાગ્યે નોર્થ બ્લોકથી રાષ્ટપતિ ભવન માટે રવાના થશે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ સવાર 10 વાગ્યે નિર્મલા બજેટ બ્રિજ કેસ સાથે સંસદ ભવન પહોંચશે. સંસદ ભવનમાં પ્રવેશ કરનાર સીડીઓ પર ફોટો સેશન થશે. ત્યાર બાદ સંસદ ભવનમાં કેંદ્રીય કેબિનેટની બેઠક મળશે.સવારે 11 વાગ્યે બજેટ રજુ થશે અને નિર્મલા સિતારણની સ્પીચ શરૂ થશે.
આ વખતે બજેટમાં દેશના તમામ લોકોને સરકાર વિનામૂલ્યે કોરોના રસી આપવાની જાહેરાત કરી શકે છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યને ફ્રી વેક્સિનને લઈ સંકેત આપ્યા છે. આ બાબતે આજે રજૂ થનારા કેંદ્રીય બજેટમાં નાણામંત્રી મોટી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, દેશમાં બે તબક્કાની વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં 50 વર્ષથી મોટી ઉમરના અને 50 વર્ષથી નાની ઉમરના લોકોનું વેક્સિનેશન શરૂ થવાનું છે.