પરંપરા પ્રમાણે વર્ષના પ્રથમ સંસદ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે. તે દિવસે રાષ્ટ્રપતિ કોવિંદ સંસદના બન્ને સદનોના સંયુક્ત અધિવેશનને સંબોધન કરી સરકારની ભાવી યોજનાઓનું માળખુ રજૂ કરશે. સૂત્રો અનુસાર આ દિવસે સરકાર 2019-20 માટે આર્થિક સર્વેક્ષણ પણ સંસદમાં રજૂ કરશે, બજેટ સત્ર બે ભાગમાં થશે. પ્રથમ સત્ર 7 ફેબ્રુઆરી સુધી ચાલશે તેવી સંભાવના છે. જેના બાદ બીજો ભાગ માર્ચના બીજા અઠવાડિયામાં શરૂ થશે. ઉલ્લેખનીય છે કે 2017-18નું બજેટ પહેલીવાર 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. આ પહેલા ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં બજેટ રજૂ કરવામાં આવતું હતું.
નગારિકતા સંશોધન એક્ટ અને એનઆરસીને લઈને પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. કૉંગ્રેસે તેને મોટો મુદ્દો બનાવ્યો છે. એવામાં બજેટ સત્ર દરમિયાન પણ આ મુદ્દો છવાયેલો રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત બજેટ અને અર્થવ્યવસ્થાના મુદ્દે પણ ગરમાગરમ ચર્ચા થવાની સંભાવના છે.