ફિરોઝાબાદઃ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર મોટી દુર્ઘટના બની છે. ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 31 લોકોને સૈફઈની મેડિકલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ઘટના ફિરોઝાબાદ ઈટાવા બોર્ડર નજીક આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર ગત રાત્રે બની હતી.


ટ્રકમાં પડ્યું હતું પંચર

ખાનગી ડબલ ડેકર બસ નંબર UP-53-FT-4629 એ રોડ પર ઉભેલા 22 વ્હીલવાળા ટ્રક(UP-22-AT-3074) ને પાછળથી ટક્કર મારી હતી. ટ્રકમાં પંચર થયું હોવાના કારણે તે સડક કિનારે ઉભો હતો.

બસમાં કેટલા લોકો હતા સવાર

એએસપી સચિન્દ્ર પટેલના જણાવ્યા મુજબ, બસમાં 40-45 લોકો સવાર હતા. તમામ ઘાયલ મુસાફરોને સૈફઈની મીની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


સૈફઈ હોસ્પિટલમા ઈમરજન્સી વોર્ડના મેડિકલ ઓફિસર ડો. વિશ્વ દીપકે જણાવ્યું કે, ઓછામાં ઓછા 31 ઘાયલ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 13 લોકોને મૃત અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.