આ અગાઉ નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલામાં ચારેય દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરંટ જાહેર કરવા માટે પીડિતાના માતાપિતા અને દિલ્હી સરકારે નીચલી કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટમાં બુધવારે આ મામલામાં સુનાવણી થઇ હતી. કોર્ટમાં પીડિતાની માતા રડી પડી હતી.
આ અગાઉ સાત ફેબ્રુઆરીના રોજ નીચલી કોર્ટે તિહાડ જેલ વહીવટીતંત્રની અરજી ફગાવી દીધી હતી જેમાં દોષિતોએને ફાંસી આપવા માટે નવી તારીખ આપવાની માંગ કરાઇ હતી. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી દોષિતોને કાયદો જીવિત રહેવાની મંજૂરી આપે છે ત્યાં સુધી ફાંસી પર ચઢાવવા પાપ છે.