નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. અત્યાર સુધી જો ટ્રેનની ટિકિટ કેન્સલ થઈ હોય અથવા કોઈ કારણસર કેન્સલ કરવી પડી હોય તો રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે એવું નહી થાય. IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ પોતાનું પેમેન્ટ ગેટવે IRCTC-iPay લોન્ચ કર્યું છે.


આ સર્વિસ અગાઉથી જ ચાલુ છે.  આ મારફતે ટિકિટ બુકિંગ માટે કોઇ પણ બેન્કના પેમેન્ટ ગેટવે પર ચૂકવણી કરવામાં આવે છે જેથી સમયની બચત થાય છે અને સાથે જ ટિકિટ કેન્સલ કરવા પર તેનું રિફંડ તરત જ તમારા ખાતામાં જમા થઇ જાય છે. IRCTC iPay (IRCTC iPay ટિકિટ બુકિંગ પ્રક્રિયા) પરથી ટ્રેન ટિકિટ બુક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણીએ.


 


IRCTC iPayથી ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયા


 



  1. iPay દ્વારા બુકિંગ માટે પ્રથમ www.irctc.co.in પર લોગિન કરો.

  2. હવે પ્રવાસને લગતી વિગતો જેમ કે સ્થળ અને તારીખ ભરો.

  3. આ પછી તમારા રૂટ અનુસાર ટ્રેન પસંદ કરો.

  4. ટિકિટ બુક કરતી વખતે તમને પેમેન્ટ મેથડમાં 'IRCTC iPay' નો પહેલો વિકલ્પ મળશે.

  5. આ વિકલ્પ પસંદ કરો અને 'પે એન્ડ બુક' પર ક્લિક કરો.

  6. હવે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI વિગતો ભરો.

  7. આ પછી તરત જ તમારી ટિકિટ બુક થઈ જશે, જેનું કન્ફર્મેશન તમને SMS અને ઈમેલ દ્વારા મળશે.

  8. અને સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે તમે ભવિષ્યમાં ફરીથી ટિકિટ બુક કરશો ત્યારે તમારે ફરીથી પેમેન્ટની વિગતો ભરવાની જરૂર રહેશે નહીં. તમે તરત જ પેમેન્ટ કરીને ટિકિટ બુક કરી શકશો.


તરત જ રિફંડ મળે છે


અગાઉ ટિકિટ કેન્સલ થવા પર રિફંડ મેળવવામાં ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે આ પૈસા તરત જ ખાતામાં જમા થઇ જશે. IRCTC હેઠળ યુઝર્સને તેના UPI બેંક એકાઉન્ટ અથવા ડેબિટ માટે માત્ર એક જ મેનડેટ આપવો પડશે.


ટિકિટ તરત જ બુક થઇ જશે.


IRCTC અધિકારીઓએ કહ્યું છે કે અગાઉ કંપની પાસે પોતાનું પેમેન્ટ ગેટવે નહોતું, પછી બીજા પેમેન્ટ ગેટવે (IRCTC iPay મીન્સ)નો ઉપયોગ કરવો પડતો હતો. તેથી બુકિંગમાં ઘણો સમય લાગતો હતો અને જો પૈસા કપાઈ ગયા તો ખાતામાં પાછા આવવામાં પણ વધુ સમય લાગતો હતો. પણ હવે એવું થશે નહીં. IICTCના પેમેન્ટ ગેટવે પર સવાલ પર અધિકારીઓનું કહેવું છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.


વેઇટિંગ ટિકિટ પર પણ પૈસા તરત જ મળી જશે


ઘણી વખત જ્યારે તમે ટિકિટ બુક કરો છો પરંતુ તમારી ટિકિટ વેઇટિંગમાં આવે છે. અને અંતિમ ચાર્ટ તૈયાર થયા પછી આપમેળે તમારી ટિકિટ રદ કરી દેવામાં આવે છે. હવે આ સ્થિતિમાં પણ તમને તમારું રિફંડ તરત જ મળી જશે.