By-Election Result Live : આઝમ ખાંના ગઢમાં લહેરાયો ભગવો, પંજાબમાં શિરોમણી અકાલી દળ આગળ

By Polls Results: આ બેઠકો પર 23 જૂને મતદાન થયું હતું. સમાજવાદી પાર્ટીના નેતાઓ અખિલેશ યાદવ અને આઝમ ખાને વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આઝમગઢ અને રામપુર બેઠકો ખાલી પડી હતી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Jun 2022 01:49 PM
પંજાબમાં શિરોમણી અકાલી દળ આગળ

પંજાબની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાછળ ચાલી રહી છે. શિરોમણી અકાળી દળ 5 હજાર મતથી આગળ છે.





દિલ્હીમાં આપની જીત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ યથાવત છે. રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11 હજારથી વધુ મતથી જીત મેળવી છે. રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં મોકલવામાં આવતાં તેમણે વિધાનસભા સીટ પરથી રાજીનામું આપ્યું હતું.

ત્રિપુરામાં સીએમનો વિજય

ઉત્તરપ્રદેશમાં શું છે ચિત્ર

પંજાબમાં શિરોમણી અકાલી દળ આગળ

પંજાબમાં પ્રારંભિક વલણમાં શિરોમણી અકાલી દળે લીડ લીધી છે.





પંજાબમાં મતગણતરી કેન્દ્ર પર પોલીસનો બંદોબસ્ત

યુપીમાં આ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા

ભાજપ તરફથી દિનેશ લાલ નિરહુઆને આઝમગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. રામપુર બેઠક પરથી ભાજપે પેટાચૂંટણીમાં ઘનશ્યામ લોધીને મેદાનમાં ઉતાર્યા હતા. ઘનશ્યામ લોધી વિધાનસભાની ચૂંટણી પહેલા જાન્યુઆરીમાં જ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. સપાએ આઝમગઢથી પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવને ઉમેદવાર બનાવ્યા હતા. બીજી તરફ બસપાએ ગુડ્ડુ જમાલીને મેદાનમાં ઉતાર્યા છે. રામપુર સીટની વાત કરીએ તો સપા તરફથી આસીમ રાજા મેદાનમાં ઉતર્યા હતા.

આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી

આ બેઠકો પર 23 જૂને મતદાન થયું હતું. સમાજવાદી પાર્ટીના નેતાઓ અખિલેશ યાદવ અને આઝમ ખાને વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ આઝમગઢ અને રામપુર બેઠકો ખાલી પડી હતી. એક લોકસભા સીટ પંજાબના સંગરુરની છે, જે ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ છોડી દીધી હતી. જે 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં દિલ્હીની રાજેન્દ્ર નગર બેઠક આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભાના સભ્ય બન્યા બાદ છોડી દીધી હતી. અન્ય વિધાનસભા બેઠકો ઝારખંડમાં મંદાર, આંધ્ર પ્રદેશમાં આત્મકુર અને ત્રિપુરામાં અગરતલા, ટાઉન બોરદોવાલી, સુરમા અને જુબરાજગનર છે.

બ્રેકગ્રાઉન્ડ

By-Election Result: લોકસભાની ત્રણ અને સાત વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આ પેટાચૂંટણીઓ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઝારખંડ સહિત દેશના છ રાજ્યોમાં યોજાઈ હતી. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. આ પેટાચૂંટણીમાં સૌથી મહત્વની બેઠકો ઉત્તર પ્રદેશની આઝમગઢ અને રામપુર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.