By-Polls Results 2022: TMCના શત્રુઘ્ન સિન્હા અને બાબુલ સુપ્રિયોની જીત, ચાર રાજ્યોની બધી 5 સીટો પર ભાજપને ઝટકો
દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી થશે. જેમાં પશ્વિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારની એક-એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
આસાનસોલ લોકસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાએ 3.75 લાખો વોટો સાથે જીત મેળવી લીધી છે. સાથે જ બાલીગંજ વિધાનસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર બાબુલ સુપ્રિયો પણ જીતી ગયા છે. ટીએમસીની આ શાનદાર જીતથી ખુશ થઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ બંગાળના આસાનસોલ લોકસભા સીટની પેટા ચૂંટણીમાં ટીએએમસીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હા જંગી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. મમતાએ કહ્યું કે, મતદારોનો સાચા દિલથી ધન્યવાદ.
આસાનસોલ લોકસભા પેટા ચૂંટણીમાં ટીએમસીના શત્રુઘ્ન સિન્હા 3,75,026 વોટો સાથે આગળ ચાલી રહ્યા છે. ત્યારે ટીએમસીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીએમસીના કાર્યકરોએ ઉજવણી પણ શરુ કરી દીધી છે.
બિહારની બોચહાં વિધાનસભા સીટ પર રાજદના અમર કુમાર પાસવાન આગળ ચાલી રહ્યા છે. જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ ઉમેદવાર યશોદા વર્મા આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર સીટ પર કોંગ્રેસના જાધવ જયશ્રી ચંદ્રકાંત આગળ ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની બાલીગંજ વિધાનસભા સીટ પર ટીએમસીના બાબુલ સુપ્રિઓ આગળ ચાલી રહ્યા છે.
આસાનસોલ લોકસભા પેટા ચૂંટણીમાં ટીએમસીના શત્રુઘ્ન સિન્હા 3,75,026 વોટો સાથે આગળ ચાલી રહ્યા છે. ભાજપના અગ્નિમિત્ર પૉલ 2,18,601 વોટોથી પાછળ છે. અત્યારે મતગણતરી ચાલુ છે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા અને ધારાસભ્યની ચૂંટણી લડેલા બાબુલ સુપ્રિયોએ કહ્યું કે, મને મારી વોટની લીડ કરતાં શત્રુઘ્ન સિંહા આગળ છે તેની વધારે ખુશી છે.
આસાનસોલ લોકસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુધ્ન સિન્હા આગળ ચાલી રહ્યા છે
છત્તીસગઢમાં રાજનાંદગાંવ જિલ્લાના ખૈરાગઢ પેટા ચૂંટણીની મતગથરીના ચોથા રાઉંડના અંતે કોંગ્રેસના મહિલા ઉમેદવાર યશોદા વર્મા 5 હજાર વોટની લીડથી આગળ ચાલી રહ્યાં છે.
ચૂંટણી પંચના શરુઆતના સત્તાવાર આંકડા અનુસાર બિહારમાં બોચાહન વિધાનસભા સીટ પર રાજદના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
બાલીગંજ વિધાનસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર બાબુલ સુપ્રિયો 2170 વોટથી આગળ ચાલી રહ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી થશે. જેમાં પશ્વિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક અને છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને બિહારની એક-એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકો પર 12 એપ્રિલના રોજ મતદાન યોજાયુ હતું.
પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી તૃણમુલ કોગ્રેસે શત્રુઘ્ન સિન્હાને ટિકિટ આપી હતી. આ હાઈપ્રોફાઈલ સીટ પર ટીએમસીના ઉમેદવાર સિન્હાનો મુકાબલો બીજેપીના અગ્નિમિત્રા પોલ સાથે છે. બાબુલ સુપ્રિયોના રાજીનામાથી આ બેઠક ખાલી થઇ હતી. નોંધનીય છે કે બાબુલ સુપ્રિયો ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.
બીજી તરફ બાબુલ સુપ્રિયો ટીએમસીની ટિકિટ પર બાલીગંજ વિધાનસભા પરથી ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર બાબુલ સુપ્રિયોનો મુકાબલો ભારતીય જનતા પાર્ટીના કેયા ઘોષ અને માર્ક્સવાદી કોમ્યુનિટ પાર્ટીના સાયરા શાહ હલિમ સામે છે. આ સીટ TMCના ધારાસભ્ય અને મમતા સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સુબ્રત મુખર્જીના નિધન બાદ ખાલી પડી હતી.
મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક પર મહાવિકાસ અઘાડી અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે. આ મતવિસ્તારમાંથી કોંગ્રેસે દિવંગત ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના પત્ની જયશ્રી જાધવને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે સત્યજીત કદમ પર દાવ લગાવ્યો છે. નોંધનીય છે કે આ બેઠક કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના નિધનના કારણે ખાલી થઈ હતી.
આ સિવાય છત્તીસગઢની ખૈરાગઢ સીટ પર પણ ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય કોમલ જંઘેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે સત્તાધારી કોંગ્રેસે યશોદા વર્મા નામના મહિલા ઉમેદવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -