By-Election Results 2022 Live: ગોપાલગંજ, આદમપુર અને ગોલા ગોકર્ણનાથ બેઠક પર ભાજપની જીત, અંધેરી પૂર્વમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો વિજય

એક તરફ જ્યાં હિમાચલ પ્રદેશ, ગુજરાત અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે

gujarati.abplive.com Last Updated: 06 Nov 2022 02:56 PM
હરિયાણાની આદમપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

હરિયાણાની આદમપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ભવ્ય બિશ્નોઈ લગભગ 16 હજાર મતોથી જીત્યા છે. આ પહેલા બિહારના ગોપાલગંજ અને યુપીમાં ગોલા ગોકર્ણનાથમાં ભાજપની જીત થઈ હતી





બિહારના ગોપાલગંજમાં ભાજપના ઉમેદવાર કુસુમ દેવીનો વિજય

મોકમા પેટાચૂંટણીમાં આરજેડીના ઉમેદવારની જીત

શિવસેના ઉમેદવાર 11,361 મતથી આગળ

ધામનગર બેઠક પરથી ભાજપ આગળ

ગોલા ગોકર્ણનાથ બેઠક પરથી ભાજપના ઉમેદવાર આગળ

ગોપાલગંજથી આરજેડીના ઉમેદવાર આગળ

અંધેરી ઇસ્ટમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર આગળ

આદમપુરમાં ભાજપના ઉમેદવાર 2846 મતથી આગળ

બ્રેકગ્રાઉન્ડ

By Election Result 2022: એક તરફ જ્યાં હિમાચલ પ્રદેશ, ગુજરાત અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને દરેક રાજકીય પક્ષો આ ચૂંટણીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે મતગણતરી થશે. ભાજપ, કોંગ્રેસ, સપા અને અન્ય ઘણા રાજકીય પક્ષોની નજર આ ચૂંટણી પરિણામો પર હશે. આ પરિણામો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર અસર કરશે કે કેમ તે તો સમય જ કહેશે પરંતુ તેના પરિણામ પરથી દરેક પક્ષ ચોક્કસપણે તેના ભવિષ્યનું મૂલ્યાંકન કરી શકશે.


પેટાચૂંટણી ક્યાં યોજાઈ?


નોંધનીય છે કે ચૂંટણી પંચના આદેશ અનુસાર 3 નવેમ્બર 2022ના રોજ 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બિહારની 2 અને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, તેલંગાણા, ઓડિશાની એક-એક સીટનો સમાવેશ થાય છે. અલગ-અલગ કારણોસર આ બેઠકો ખાલી પડી હતી તેથી અહીં પેટાચૂંટણી યોજવી પડી હતી. બિહારની વાત કરીએ તો અહીં મોકામા અને ગોપાલગંજ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં અંધેરી પૂર્વ બેઠક, ઉત્તર પ્રદેશની ગોલા ગોકર્ણનાથ વિધાનસભા બેઠક, હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક, તેલંગાણાની મુનુગોડે બેઠક અને ઓડિશાની ધામનગર બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.