Bypoll Election Results 2022 Live Updates: મૈનપુરીમાં ડિમ્પલ યાદવ એક લાખ મતથી આગળ

Mainpuri by election result Live: આવી સ્થિતિમાં મૈનપુરીમાં ડિમ્પલની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

gujarati.abplive.com Last Updated: 08 Dec 2022 03:04 PM

બ્રેકગ્રાઉન્ડ

Mainpuri by election result Live: ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા પેટાચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી મળેલા આંકડાઓ અનુસાર સમાજવાદી પાર્ટીની ડિમ્પલ યાદવ આગળ ચાલી રહી છે. ડિમ્પલ યાદવ...More

By poll Election Results 2022: રામપુરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર આગળ

By poll Election Results 2022:મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની ધારણા છે.


 રામપુરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર આગળ


રામપુરમાં ભાજપના ઉમેદવાર આકાશ સક્સેનાએ 21મા રાઉન્ડમાં લીડ મેળવી છે. સપાના ઉમેદવાર અસીમ રાજા 20 રાઉન્ડ સુધી આગળ હતા. 21મા રાઉન્ડ સુધીમાં ભાજપને 35091 અને સપાને 31930 વોટ મળ્યા છે. આ રીતે ભાજપે 3188 મતોની લીડ મેળવી છે.


 ડિમ્પલ યાદવ 229129થી વધુ મતો સાથે આગળ છે


સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ - 468810


ભાજપના ઉમેદવાર રઘુરાજ સિંહ શાક્ય - 239681